સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોએ વાણી અને વાહન પર રાખવુ પડશે નિયંત્રણ, જાણો 6 જુલાઈ, 2025 સુધીનું રાશિફળ
જુલાઈ મહિનાનું પહેલું સપ્તાહ, 30 જૂનથી 6 જુલાઈ, 2025, તમારા માટે કેવું રહેશે? ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વાતચીતમાં વિશેષ કાળજી રાખવી પડશે, જ્યારે અમુક રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે કે ઉશ્કેરાટ પર કાબૂ રાખતી વખતે સાવચેતી રાખવી હિતાવહ છે. બીજી તરફ, અન્ય રાશિના જાતકો માટે આ સપ્તાહ કેટલું લાભદાયી નીવડી શકે છે અને કોણે તકેદારી રાખવાની જરૂર છે, આવો જાણીએ આ સપ્તાહનું તમારું રાશિ ભવિષ્ય.
મેષ રાશિ :
વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.
વૃષભ રાશિ :
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે.
મિથુન રાશિ :
અચાનક કોઈ પરિચિતને મળવાના યોગ બને છે, જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. કાર્ય સફળતાની સંભાવના પણ છે
કર્ક રાશિ :
તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા જોગ છે. હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ગેરસમજથી બચવું.
સિંહ રાશિ :
નાનાં કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.
કન્યા રાશિ :
તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ, શાંતિ અને આદરભાવ રાખવો ઇચ્છનીય છે.
તુલા રાશિ :
સમય વ્યસ્તતા વધી જાય કે સમયનો વ્યય પણ થાય. વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. તેમજ ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે.
વૃશ્ચિક રાશિ :
વાતચીતમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે. તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં થોડી તકેદારી રાખવી સારી, શાંતિથી સમય પસાર કરવો યોગ્ય.
ધન રાશિ :
ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા. કાંઈક કાર્યની તમન્ના વધુ થાય. તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથા શક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.
મકર રાશિ :
ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી. ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી. અંગત કાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને. થાકની અસર કામના અંતે વધુ દેખાય.
કુંભ રાશિ :
તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય. તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.
મીન રાશિ :
તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી કોઈ વાત જોવા મળે. સારા પરિવર્તનના યોગ બની શકે છે, તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. નિખાલસતા રાખવી જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય.