Weekly Horoscope : 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર, 2025 તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી, કઈ રાશિના જાતકોને કામકાજ, નોકરીમાં બદલી, બઢતી કે નવી તક સહિતના લાભ મળશે તે વિશે જાણો વિગતે.
મેષ:
કામકાજ દરમિયાન અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો, જેથી કોઈ મનમાં અણગમો ઉભો ન થાય અને કાર્ય તમારા અનુભવ અને યોગ્ય માર્ગદર્શન પ્રમાણે કરવું. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય. મુસાફરીના યોગ છે, તેમાં ઉત્સાહ પણ વધે.
વૃષભ:
સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે. યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય, વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને, નવું શીખવાની ઈચ્છા જાગે, તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે, યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે. નસીબ સાથ આપતું જણાય, જેની સારી અસર તમારા કાર્ય પર પણ થાય.
મિથુન:
નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને, વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય, અણધાર્યો કોઈ લાભ પણ મળે, જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે, આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય, જેની ખુશી પણ અનુભવાય.
કર્ક:
ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે, જુના મતભેદ સુધારવાની તક મળે અને સબંધમાં પણ સુધારો આવે. જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે, નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે, આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.
સિંહ:
લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે, પરિચિત સાથે વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને. આર્થિક, કૌટુંબિક બાબત સારું સુખ મળે, અશાંત મન ધીરેધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે, કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.
કન્યા:
તમારા યોગ્ય પ્રયત્ન વડે ભાઈ-બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય, તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને. આત્મબળ, હિંમતમાં વધારો થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે, માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે, નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે.
તુલા:
કોઈ પ્રસંગમાં નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે, તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે. શારીરિક પીડા હોય તે ઓછી થાય, જેથી રાહત અનુભવાય, તન-મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે.
આ પણ વાંચો: સૂર્ય-મંગળની યુતિથી બનશે વિસ્ફોટક યોગ, આ રાશિના જાતકોના જીવનમાં સંકટની 'ઘડી'
વૃશ્ચિક:
પરિવાર સાથે મુસાફરીના યોગ બને છે, યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે, આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે, આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને, જૂના મતભેદ ભૂલવાની તક મળે.
ધન:
કોઈ તક વડે ધન વૈભવમાં વધારો થાય તેવા એંધાણ જોવા મળે, વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે, નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે, કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે.
મકર:
ઘણા સમય બાદ નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે, ખટપટથી દૂર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઇ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો.
કુંભ:
વ્યવહાર અને વર્તન દરમિયાન લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું, વધુ વિચાર ન કરવા, વ્યવહારુ બનવું, નવી કોઈ જાણકારી કે શીખવાનું બને, તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને, ભાઈ બહેન મિત્રોનો સાથ સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય.
આ પણ વાંચો: શનિ આ રાશિઓ પર ચાંદીના પાયા ધારણ કરશે, 2026માં બમ્પર ફાયદા માટે તૈયાર રહેજો
મીન:
યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તો જૂના અટકેલા કાર્યો થઈ શકે, માટે તે અંગે વિચાર કરવો ઇચ્છનીય છે. અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે, નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે, ધીરેધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે.


