Get The App

સાપ્તાહિક રાશિફળ: 16થી 22 માર્ચ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
weekly-horoscope

Weekly Horoscope : 16થી 22 માર્ચ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં ઉત્સાહ-ખુશી જોવા મળે, મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ રહેશે. તેમજ કોઈ ગેરસમજ ન થાય અને શું સાવચેતી રાખવી, ચાલો જાણીએ વિગતે.

મેષ: 

હાલમાં દરેક બાબત પણ ગણતરી કરવી હિતાવહ છે. તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ-શાંતિ આદર ભાવ રાખવા ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહશે.

વૃષભ: 

કોઈ નાનાં કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે કે ઘણા જૂના પરિચિતને મળવાનું થઈ શકે છે.

મિથુન: 

તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવા એંધાણ જોવા મળે. સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય.

કર્ક: 

અણધારી મુલાકાત થઈ શકે. તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. તેમજ ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

સિંહ: 

આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં થોડી તકેદારી રાખવી સારી, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

કન્યા: 

તમારી ભાવના ઉમદા રહે. કાંઈક કાર્યની તમન્ના વધુ થાય. તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથા શક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.

તુલા: 

કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી. તમારે ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

વૃશ્ચિક: 

તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય. તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.

ધન: 

તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવા એંધાણ જોવા મળે. સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય. 

મકર:

થોડી ધીરજ અને તકેદારી રાખવી. વાતચેતી અને કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.

આ પણ વાંચો: મીન રાશિમાં સૂર્યનું ગોચર થતાં આ રાશિના જાતકો માટે 1 મહિના સુધી ઉથલપાથલ મચશે

કુંભ: 

નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે. તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે.

મીન: 

જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે. જેમાં ખુશી અને સંતોષ જોવા મળી શકે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના છે.