Weekly Horoscope : 16થી 22 ફેબ્રુઆરી 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી, કઈ રાશિના જાતકોને કામકાજ, નોકરીમાં બદલી, બઢતી કે નવી તક સહિતના લાભ મળશે તે વિશે જાણો વિગતે.
મેષ:
અણધારી મુલાકાત થઈ શકે, તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. તેમજ ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે
વૃષભ:
આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ છે, ત્યારે તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં થોડી તકેદારી રાખવી સારી, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો.
મિથુન:
તમારી ભાવના ઉમદા રહે, કાંઈક કાર્યની તમન્ના વધુ થાય, તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથા શક્તિ મુજબ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.
કર્ક:
કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી, તમારે ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી, અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
સિંહ:
તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય, તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.
કન્યા:
તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવા એંધાણ જોવા મળે, સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય.
તુલા:
થોડી ધીરજ અને તકેદારી રાખવી, વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય, નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
આ પણ વાંચો: બુધની ચાલ બદલાતા રાજયોગ જેવા મળશે ફળ, 5 રાશિના જાતકોને પ્રમોશન-ધનલાભની શક્યતા
વૃશ્ચિક:
નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે, તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે છે
ધન:
જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે. જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે.
મકર:
કોઈને કોઈ કાર્ય આવવાનું વધુ બને, તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા જોગ છે, હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ગેરસમજથી બચવું.
કુંભ:
કોઈ નાનાં કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે છે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે કે ઘણા જૂના પરિચિતને મળવાનું થઈ શકે.
આ પણ વાંચો: શનિ-મંગળે બનાવ્યો અર્ધકેન્દ્ર રાજયોગ, આ રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી
મીન:
હાલમાં દરેક બાબત પણ ગણતરી કરવી હિતાવહ છે, તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહશે.


