Get The App

સાપ્તાહિક રાશિફળ: 11થી 17 મે 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
સાપ્તાહિક રાશિફળ: 11થી 17 મે 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય 1 - image

Weekly Horoscope : 11થી 17 મે 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ, સમય વ્યસ્તતા રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે શું સાવચેતી રાખવી, ચાલો જાણીએ વિગતે.

મેષ: 

કામકાજમાં થોડી બેદરકારી કે આળસ જોવા મળે. તમારા મિત્રો, પરિચિતો સાથે વ્યસ્તતા વધુ રહે તેવું બની શકે છે. વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. જ્યારે ખટપટથ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું અને ખોટા ખર્ચ પર અંકુશ રાખવો.

વૃષભ: 

વિચારોમાં સારા પરિવર્તન થતાં જોવા મળે, તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે. કંઈક નવું આયોજન થાય તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે અને નવા પરિચય થઈ શકે.

મિથુન: 

કામકાજમાં કોઈપણ પ્રકારની ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે અને ગણતરી પૂર્વક વ્યવહાર કરવો. 

કર્ક: 

કોઈ અંગત કે વ્યવસાય બાબત લોકો સાથે મુલાકાત વધતા સમય વ્યસ્તતા વધી શકે અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. ધીરજ રાખવી હિતાવહ છે. મિલકત સારી પણ રહે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થવાની પણ સંભાવના છે.

સિંહ: 

વાર્તાલાપ દરમિયાન તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, જેના કારણે વાત પર પ્રભાવ જોવા મળે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે અને નવા કાર્યના વિચાર વધુ આવે.

કન્યા: 

તમારામાં જુસ્સો અને આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે. નવી ઓળખાણ થવાના સંભાવના છે.

તુલા:

કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં કાળજી રાખવી અને મજકવૃત્તિ ન કરવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.

વૃશ્ચિક: 

થોડી આતુરતા ના કારણે તમને લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં ધીરજની જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

ધન: 

કામકાજ દરમિયાન તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે, ઉત્સાહ સારો જળવાઈ રહે.

મકર: 

તમારે કોઈપણ પ્રકારની વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. યોગ્ય આયોજન હિતાવહ છે. થાકની અસર કામના અંતે વધુ દેખાય.

આ પણ વાંચો: જુલાઈમાં બનશે નવપંચમ દૃષ્ટિ રાજયોગ, 4 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જવાનું છે

કુંભ: 

પસંદગી મુજબના તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે. તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

મીન: 

વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.