Weekly Horoscope : 08થી 14 જૂન 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ, સમય વ્યસ્તતા રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે શું સાવચેતી રાખવી, ચાલો જાણીએ વિગતે.
મેષ
વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.
વૃષભ
તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. ખોટા ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન
તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે. કંઈક નવું આયોજન થાય તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.
કર્ક
ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.
સિંહ
લોકો સાથે મુલાકાત વધે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. ધીરજ રાખવી હિતાવહ છે, મિલકત સારી પણ રહે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.
કન્યા
તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, નવા કાર્યના વિચાર વધુ આવે.
તુલા
તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે, જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઉભી થાય.
વૃશ્ચિક
વાતચીત કરવામાં કાળજી રાખવી મજકવૃત્તિ ન કરવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.
ધન
તમને લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં ધીરજની જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો.
મકર
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે, ઉત્સાહ સારો જળવાઈ રહે.
કુંભ
તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, યોગ્ય આયોજન હિતાવહ છે, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
મીન
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.


