Get The App

સાપ્તાહિક રાશિફળ: 01થી 07 જૂન 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
સાપ્તાહિક રાશિફળ: 01થી 07 જૂન 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય 1 - image

Weekly Horoscope : 01થી 07 જૂન 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ, સમય વ્યસ્તતા રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે શું સાવચેતી રાખવી, ચાલો જાણીએ વિગતે.

મેષ રાશિ

તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ કે અધિરાપણું પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદ ના થાય કે ઉગ્રતા ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો અને જરૂરિયાત મુજબ વાતચીતનો જવાબ આપવો ઇચ્છનીય છે.

વૃષભ રાશિ

તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ નાના કે મોટા સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા અને ઉત્સાહ પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે, તેનો સંતોષ જોવા મળી શકે છે. સારા વિચારોનો આદાન પ્રદાન થાય તેવા પ્રસંગ પણ બને.

મિથુન રાશિ

તમારે ખટપટથી બચવું, જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય. વાતચીત દરમિયાન કોઈ ઉતાવાળીયો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું કે ગેરવ્યાજબી વાત ન થાય તેનું ધ્યાન રાખવું. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બની શકે. થાકની અસર કામના અંતે વધુ દેખાય.

કર્ક રાશિ 

કામકાજમાં તમારી આવડત પર તમારો પ્રભાવ સારો રહે, જેનો તમને સંતોષ અને ખુશીનો અનુભવ પણ થાય. કોઈ અગત્યની અંગત મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, જેનો ઉત્સાહ પણ વર્તાય. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. આમ, સારો માહોલ જોવા મળે.

સિંહ રાશિ

તમારામાં સારા પરિવર્તનના યોગ બની રહ્યા છે. નવા વિચાર વધુ આવે અને જેને લઈને કઈક નવુ આયોજન પણ થાય. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે જેની ખુશી અનુભવાય.

કન્યા રાશિ

કોઈપણ બાબતની વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. ઉશ્કેરાટમાં આવીને વાતચીત ન કરવી, તેનું ધ્યાન રાખવું. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે કે કામ ટાળવાનું મન પણ થાય.

તુલા રાશિ

તમારા કાર્યમાં તમને આળસ જોવા મળે તેથી કામ મુલતવી રાખવું કે અન્યને સોંપવાનું મન થાય તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય, જેમાં કોઈ અગત્યનું કામ રહી ન જાય તેનું ધ્યાન રાખવું. કામની બાબત ક્યાંય ગેર સમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું.

વૃશ્ચિક રાશિ

તમારા કામકાજમાં સમય વધુ પસાર થાય પણ અગત્યનું કામ હોય તે સંભવિત બની શકે છે તેનો સંતોષ પણ જોવા મળે. ધીરજ પણ રાખવી જરૂરી છે, નવું જાણવાની વૃત્તિ વધુ  જોવા મળે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે તેવું પણ બની શકે, સહયોગ પણ મળે.

ધન રાશિ

તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું જરૂરી છે. અર્થહીન વાર્તાલાપ અને વિચારોથી દૂર રહેવું. બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય ન થાય તેનું પણ ધ્યાન રાખવું.

મકર રાશિ

લોકોનો સહયોગ વધુ સારો રહે તેવું બની શકે. જૂના કોઈ પરિચિત સાથે વાર્તાલાપ થાય અને કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે અને તેનો સંતોષ પણ થાય. નવા પરિચય થઈ શકે, તેમાં તમે ખુશી અનુભવો થાય અને નાની મુસાફરી પણ સંભવિત બની શકે છે.

આ પણ વાંચો: ભદ્ર રાજયોગ 2026: 29 મેથી ચમકશે આ 4 ભાગ્યશાળી રાશિઓનું નસીબ, બુધનું ગોચર કરાવશે અઢળક ધનલાભ અને પ્રગતિ!

કુંભ રાશિ 

તમારે કામકાજમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ દ્વિધા ઉભી ન થાય. ઉતાવળ અને રઘવાટ વધુ જોવા મળે, માટે તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો. ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવો લાભદાયક સાબિત થશે. 

મીન રાશિ 

કોઈ કાર્યમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે. કોઈની સાથે ખોટી દલીલબાજી ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. વ્યવહારુ બનવું ઇચ્છનીય છે અને જરૂરિયાત પૂરતુ જ વાણી-વર્તન રાખવું.