Get The App

અઠવાડિક ભવિષ્ય : તા.૧૨-૧૨-૨૦૨૧ રવિવારથી તા.૧૮-૧૨-૨૦૨૧ શનિવાર સુધી

Updated: Dec 10th, 2021

GS TEAM

Google News
Google News
અઠવાડિક ભવિષ્ય : તા.૧૨-૧૨-૨૦૨૧  રવિવારથી તા.૧૮-૧૨-૨૦૨૧  શનિવાર સુધી 1 - image

મેષ (અ.લ.ઇ.)

સપ્તાહના પ્રારંભમાં પ્રતિકૂળતા જણાય. આપના કામમાં કોઇ ને કોઇ રૂકાવટ રહે. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં અટવાઈ ના પડો તેની તકેદારી રાખવી પડે. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી પડે. મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી. સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય. પરંતુ સપ્તાહ પસાર થતું જાય તેમ ધીરે ધીરે આપને રાહત-શાંતિ થતા જાય. આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંયુક્ત ધંધામાં પરિવારનો સાથ સહકાર મળી રહે. તા. ૧૨ ચિંતા-ઉચાટ રહે. ૧૩ નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું. ૧૪ ધર્મકાર્ય થાય. ૧૫ માનસિક પરિતાપ રહ્યા કરે. ૧૬ સારી. ૧૭ મધ્યમ. ૧૮ કામકાજમાં સાનુકૂળતા રહે. સ્ત્રી વર્ગને માનસિક પરિતાપ-તણાવ જણાય.  વિદ્યાર્થીવર્ગે તબિયતની કાળજી રાખવી.

વૃષભ (બ.વ.ઉ.)

સપ્તાહનો પ્રારંભ સાનુકૂળ રહે. આપના કામમાં સરળતા જણાય. સંતાનનો સાથ સહકાર મળી રહે. આપના કામની પ્રશંસા થાય. ધંધામાં હર્ષ લાભ જણાય. પરંતુ જેમ જેમ સપ્તાહ પસાર થતું જાય આપને કામમાં રૂકાવટ-ચિંતા અનુભવાય. આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન મકાન-વાહનના પ્રશ્ને આપની ચિંતામાં વધારો થાય. રાજકીય-સરકારી કામમાં આપની મુશ્કેલીમાં વધારો થાય. માતૃપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. તા. ૧૨ સારી. ૧૩ કામકાજમાં સાનુકૂળતા રહે. ૧૪ ખર્ચ-ખરીદી જણાય. ૧૫ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૬ ઠીક. ૧૭ વિચારોની દ્વિધા-મુંઝવણ રહે. ૧૮ મધ્યમ. સ્ત્રી વર્ગને માતૃપક્ષની ચિંતાના લીધે દોડધામ વધે. વિદ્યાર્થી બંધુને મિત્રવર્ગની ચિંતા જણાય.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહના પ્રારંભથી જ આપે કોઇ ને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જો કે, આપના કાર્યમાં સરળતા-સાનુકૂળતા રહેતા કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યની પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ લાભ જણાય. આપને સંતાનનો સાથ સહકાર મળી રહે. આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતના આધારે આગળ વધી શકો. જો કે, સપ્તાહના અંતમાં આપે ધ્યાન રાખવું પડે. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય. તા. ૧૨ મધ્યમ. ૧૩ કામમાં વ્યસ્ત રહો. ૧૪ સારી. ૧૫ કામકાજમાં સાનુકૂળતા-સરળતા જણાય. ૧૬ હર્ષ-લાભ. ૧૭ ઠીક. ૧૮ નાણાંકીય બાબતોમાં ધ્યાન રાખવું પડે. સ્ત્રી વર્ગને સાનુકૂળતા જણાય. વિદ્યાર્થી વર્ગને સારું.

કર્ક (ડ.હ.)

સપ્તાહ દરમિયાન ન ધારેલી સફળતા મળી રહે. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. ધંધામાં નવી કોઇ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. આપના કાર્યમાં સહકાર્યકરવર્ગ-નોકરવર્ગ-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. જમીન-મકાન-વાહનને લગતા કામકાજ ઉકેલાય. મિત્રવર્ગનો સાથ સહકાર મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી હર્ષ લાભ રહે. આવક જણાય. તા. ૧૨ યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થાય. ૧૩ પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય. ૧૪ ધર્મકાર્ય થાય. ૧૫ આપના કાર્યમાં વ્યસ્ત રહો. ૧૬ દિવસ દરમિયાન કામકાજ અર્થે દોડધામ રહે. ૧૭ સારી. ૧૮ હર્ષ-લાભ જણાય. સ્ત્રીવર્ગને વિદ્યાર્થી વર્ગને સફળતા.

સિંહ (મ.ટ.)

સપ્તાહના પ્રારંભમાં આપને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી જણાય. શારીરિક-માનસિક અવસ્થાતાને લીધે બેચેની રહ્યા કરે. કામ કરવાની ઇચ્છા થાય નહીં છતાં અનિચ્છાએ કામમાં વ્યસ્ત રહેવું પડે. પરંતુ ખૂબ જ સાવધાની રાખીને કામ કરવું. અગત્યના કામમાં ભૂલ ના થાય તેની તકેદારી રાખવી પડે. મહત્વના નિર્ણયો લેવાના મુલતવી રાખવા. જો કે, સપ્તાહ પસાર થઇ જાય તેમ ધીરે ધીરે આપને રાહત થતી જાય. આપની ચિંતા-બેચેની દૂર થતી જાય. આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરંતુ યાત્રા પ્રવાસમાં આપે ધ્યાન રાખવું પડે. તા. ૧૨ તબિયત સાચવવી. ૧૩ વાહન ધીરે ચલાવવું ૧૪ મધ્યમ. ૧૫ યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું. ૧૬ સારી. ૧૭ કામમાં વ્યસ્ત થતા જાવ. ૧૮ સાનુકૂળતા જણાય. સ્ત્રી વર્ગને હૃદય-મન-વ્યગ્ર રહ્યા કરે. વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગથી ચિંતા-પરેશાની રહે.

કન્યા (પ.ઠ.ણ)

સપ્તાહ પસાર થતું જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા થતી જાય. આપના કાર્યમાં કોઇને કોઇ મુશ્કેલી આવ્યા કરે. ધાર્યા પ્રમાણે જ કામ કરી શકો નહીં. બેંકના કામો, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં સાવધાની રાખવી પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપની ચિંતા-પરેશાની દોડધામ-ખર્ચમાં વધારો જણાય. રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં આપની મુશ્કેલીમાં વધારો જણાય. ખાતાકીય તપાસમાં ફસાઈ કે અટવાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. સપ્તાહના અંતમાં ક્ષણિક રાહત જણાય. તા. ૧૨ મિલન-મુલાકાત થાય. ૧૩ કામકાજમાં સાનુકૂળતા રહે. ૧૪ ઠીક. ૧૫ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી પડે. ૧૬ તબિયત સાચવવી. ૧૭ મધ્યમ. ૧૮ કામમાં વ્યસ્ત રહો. સ્ત્રીવર્ગને તબિયતની કાળજી રાખવી પડે. વિદ્યાર્થી વર્ગને ઠીક.

તુલા (ર.ત.)

સપ્તાહના પ્રારંભથી કામ અંગે વ્યસ્તતા દોડધામ રહે. રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં દોડધામ જણાય. જો કે, આપનું કામ થવાથી રાહત પણ અનુભવવાય. સીઝનલ ધંધામાં હરિફાઈનો સામનો કરવો પડે. હરિફ વર્ગ-ઇર્ષ્યા કરનાર આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસો કરે. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરંતુ મહત્વના નિર્ણયો લેવામાં આપે ઉતાવળ ન કરવી. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત અંગેનું આયોજન ગોઠવાય. સપ્તાહના અંતમાં આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. તા. ૧૨ દિવસ દરમ્યાન કોઇ ને કોઇ કામમાં વ્યસ્ત રહો. ૧૩ દોડધામ-શ્રમ જણાય. ૧૪ મિલન-મુલાકાત થાય. ૧૫ મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. ૧૬ કામમાં સાનુકૂળતા જણાય. ૧૭ ઠીક. ૧૮ તબિયતની કાળજી રાખવી. સ્ત્રી વર્ગને સપ્તાહ દરમ્યાન દોડધામ-વ્યસ્તતા રહે. વિદ્યાર્થી વર્ગને મધ્યમ.

વૃશ્ચિક (ન.ય.)

સપ્તાહ દરમ્યાન આપના રૂકાવટ-વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતના આધારે પ્રગતિ કરી શકો. આપના કાર્યની કદર થવાથી કામ કરવાની ઇચ્છા થાય. જો કે, સપ્તાહ દરમ્યાન આપની દોડધામ-શ્રમમાં વધારો થાય. અન્યનું કામ આપની પાસે આવવાથી આપના કાર્યબોજમાં-દોડધામમાં-શ્રમમાં વધારો થાય. ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. જો કે, સપ્તાહના અંતમાં આપને થોડી રાહત થતી જાય. તા. ૧૨ કામમાં સાનુકૂળતા રહે. ૧૩ સારી. ૧૪ દોડધામ-શ્રમ રહે. ૧૫ ધંધામાં હરિફાઈ જણાય. ૧૬ કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ રહે. ૧૭ મધ્યમ. ૧૮ મિલન-મુલાકાત થાય. સ્ત્રી વર્ગને સાસરી પક્ષે-મોસાળ પક્ષે દોડધામ-વ્યસ્તતા રહે. વિદ્યાર્થીવર્ગને મધ્યમ રહે.

ધન (ભ.ધ.ફ.ઢ)

સપ્તાહના પ્રારંભમાં માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે. દેશ-પરદેશનાં કામમાં આપને મુશ્કેલી જણાય. ધાર્યા પ્રમાણેનું કામ થાય નહીં. જો કે, સપ્તાહ પસાર થતું જાય તેમ આપને રાહત થતી જાય. આપની મહેનત-બુદ્ધિ અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. આપના કાર્યમાં અન્યનો સાથ-સહકાર મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવું થાય. હર્ષ-લાભ રહે. સપ્તાહના અંતમાં કાર્યપૂર્તિ માટે દોડધામ કરવી પડે. આપના કાર્યમાં અડચણ રહે. જો કે, અંતે કાર્ય પૂર્ણ થતાં રાહત રહે. તા. ૧૨ ચિંતા-પરિતાપ રહે. ૧૩ કામકાજમાં રૂકાવટ જણાય. ૧૪ આપના કાર્યમાં વ્યસ્ત રહો. ૧૫ વાણીની સંયમતા રાખવી. ૧૬ કામકાજમાં સાનુકૂળતા જણાય. ૧૭ સારી. ૧૮ દોડધામ-શ્રમ રહે. સ્ત્રીવર્ગને મધ્યમ. વિદ્યાર્થીવર્ગને માનસિક પરિતાપ રહે.

મકર (ખ.જ.)

આપનું આ સપ્તાહ આરોહ-અવરોહમાં પસાર થવાનું. સપ્તાહના પ્રારંભે સાનુકૂળતા-સફળતા મળી રહે. આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરંતુ સપ્તાહ પસાર થાય તેમ આપને પ્રતિકૂળતા થતી જાય. કામકાજમાં રૂકાવટ રહે. કામનો તણાવ, દોડધામ- શ્રમના કારણે શારીરિક-માનસિક અસ્વસ્થતા-બેચેની જણાય. રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં તકલીફ અનુભવાય. આંખોમાં દર્દ-પીડા જણાય. તા. ૧૨ સારી. ૧૩ કામકાજમાં સાનુકૂળતા રહે. ૧૪ હૃદય-મન વ્યગ્રતા અનુભવે. ૧૫ ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ૧૬ કામમાં પ્રતિકૂળતા જણાય. ૧૭ મધ્યમ. ૧૮ આપના કામમાં વ્યસ્ત રહો. સ્ત્રીવર્ગે આરોગ્યની કાળજી રાખવી. વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગની ચિંતા રહે.

કુંભ (ગ.સ.શ.ષ.)

સપ્તાહના પ્રારંભથી જ આપને સરળતા-સાનુકૂળતા મળી રહેતા આનંદ-ઉત્સાહ રહે. નોકરી-ધંધાના કામકાજ સિવાય કૌટુંબિક-પારિવારિક કામ અંગે, સામાજિક-વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. પરંતુ આનંદ-ઉત્સાહ રહે. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે. સપ્તાહના અંતમાં આપને કામમાં થોડી પ્રતિકૂળતા જણાય. આપના દોડધામ-શ્રમમાં વધારો જણાય. ધંધામાં હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મુકે. તા. ૧૨ મિલન-મુલાકાત થાય. ૧૩ ધંધામાં ઘરાકી આવી જાય. ૧૪ ધર્મકાર્ય-શુભકાર્ય થાય. ૧૫ મધ્યમ. ૧૬. પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. ૧૭ હૃદય-મન વ્યગ્રતા-બેચેની અનુભવે. ૧૮ ઠીક. સ્ત્રીવર્ગને આનંદ-ઉત્સાહમાં સપ્તાહ પસાર થાય. વિદ્યાર્થીવર્ગને સાનુકૂળતા રહે.

મીન (દ.ચ.ઝ.થ.)

સપ્તાહના પ્રારંભે માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. વિચારોની દ્વિધા-અસમંજસતા રહે છતાં આપના કામમાં વ્યસ્ત રહો. જો કે જેમ જેમ સપ્તાહ પસાર થતું જાય તેમ-તેમ આપને રાહત થતી જાય.  આપના કામમાં સરળતા-સાનુકૂળતા રહેવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઉપરીવર્ગ દ્વારા આપના કામની પ્રશંસા થાય. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપની ચિંતા દૂર થાય. કૌટુંબિક-પારિવારીક પ્રસંગે યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થાય. તા. ૧૨ માનસિક પરિતાપ રહે. ૧૩ દિવસ દરમ્યાન આપન ાકામમાં વ્યસ્ત રહો. ૧૪ મિલન-મુલાકાત થાય. ૧૫ નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે. ૧૬ સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો. ૧૭ પરદેશના કામમાં સાનુકૂળતા રહે. ૧૮  સારી. સ્ત્રીવર્ગને કામમાં સાનુકૂળતા રહે. વિદ્યાર્થીવર્ગને સફળતા મળી રહે.