Get The App

વૃષભ (બ.વ.ઉ.) .

Updated: Oct 25th, 2022

GS TEAM


Google News
Google News
વૃષભ (બ.વ.ઉ.)                                           . 1 - image


- કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં, મોટા નાંણાકીય જોખમોથી દૂર જ રહેવું

- આપની  ઈર્ષા કરનારા આપને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસો કર્યા કરે તેથી સાવધ રહેવું

આ પના માટે વર્ષનો પ્રારંભ યશ-સફળતાનો રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ખર્ચ થાય પરંતુ તેમના ભાગ્યોદય-પ્રગતિથી આનંદ રહે. જો કે રાહુનું પ્રતિકુળ પરિભ્રમણ વર્ષ દરમ્યાન માનસિક વ્યગ્રતા રખાવે તેમજ કામમાં અડચણ આવે. ખર્ચમાં વધારો કરાવશે તેમાં પણ વર્ષના મધ્યભાગથી ગુરૂનું પ્રતિકુળ પરિભ્રમણ તેમજ ગુરૂ-રાહુનો ચાંડાલ યોગ આપના માટે મુશ્કેલી ઊભી કરનારો રહે. કામમાં પ્રતિકુળતા રહ્યા કરે. આપે ધીરજ અને શાંતિ રાખવા પડે.

શારીરિક-સુખાકારી

શારીરિક સુખાકારીની દષ્ટિએ વર્ષ મધ્યમ રહે. રાહુનું પરિભ્રમણ ચિંતા-ખર્ચ સતાવે, જોકે વર્ષની મધ્ય સુધી ગુરૂનું પરિભ્રમણ સાનૂકુળ છે તેથી આપના રોજિંદા કાર્ય સાનુકુળતાથી કરી શકો. પરંતુ ત્યારબાદ ગુરૂ-રાહુનો ચાંડાલયોગ આપના સ્વાસ્થ્ય માટે પ્રતિકુળ જણાય.

તા. ૨૧-૪-૨૦૨૩ પછીના સમયમાં આંખોમાં, માથામાં, પગમાં દર્દ-પીડાથી સંભાળવું પડે. તે સિવાય આપની બેદરકારી-લાપરવાહીના લીધે આરોગ્ય વધુ બગડે નહીં તેની કાળજી રાખવી પડે.

વર્ષારંભે તા. ૧૬/૧૨ થી તા. ૧૪/૧ સુધીના સમય દરમ્યાન પેટ-પેઢુની-પગની તકલીફ અનુભવાય.

તા. ૩૦/૬/૨૦૨૩ થી તા. ૧૭/૯/૨૦૨૩ના સમયગાળા દરમ્યાન આપે આરોગ્યનું વિશેષ ધ્યાન આપવું પડે. આ સમયગાળા દરમ્યાન બી.પી., લોહિના વિકારથી ઉત્પન્ન થતાં રોગોથી સાચવવું પડે. તે સિવાય છાતીમાં દર્દ-પીડા, ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય. નાની-મોટી શસ્ત્રક્રિયાથી સંભાળવું પડે.

આર્થિક સુખ-સંપત્તિ

વર્ષ દરમ્યાન રાહુનું પ્રતિકુળ પરિભ્રમણ આપના ખર્ચમાં વધારો કરાવે. ગુરૂની સાનૂકુળતાના લીધે વર્ષના પ્રારંભમાં નોકરી-ધંધામાં લાભ-ફાયદો અપાવે. આવક થાય પરંતુ સામે પક્ષે કોઈ ને કોઈ આકસ્મિક ખર્ચાઓ આવતા જાય. તા. ૨૧/૪/૨૦૨૩ સુધીના સમયમાં તમને થોડી રાહત રહે. ઘર-પરિવારનો ખર્ચ કાઢવામાં વાંધો ન આવે પરંતુ ત્યાર પછીનો સમય આપના માટે વધુ મુશ્કેલી લાવે. આપની કામમાં મુશ્કેલી રૂકાવટ રહ્યા કરે.

તા. ૨૧/૪/૨૦૨૩ થી ગુરૂનું મેષ રાશિમાં રાહુ સાથે પરિભ્રમણ શરૂ થઈ રહ્યું છે. ચંડાલ યોગ બનાવે છે. ત્યારથી વર્ષના અંત સુધીનો સમય નાંણાકીય બાબતે પ્રતિકુળ રહે. આપની ગણત્રી ધારણાઓ અવળી પડે. ધંધામાં આવક થાય નહીં. ઘરાકી અટકી પડી છે તેવો અનુભવ થાય. તે ઉપરાંત શારીરિક-માનસિક અસ્વસ્થાને લીધે ખર્ચ જણાય. આ સમય દરમ્યાન કોઈના જામીન બનવામાં, નાંણા ઉધાર આપવામાં ધ્યાન રાખવું. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. મોટા નાંણાકીય જોખમોથી દૂર રહેવું. લોભ-લાલચમાં આવી જઈને રોકાણો કરવા નહીં. આકસ્મિક ખર્ચાઓને લીધે આપનું નાંણાકીય આયોજન ખોરવાઈ જાય. નાંણાભીડનો અનુભવ થાય.

પત્ની-સંતાન-પરિવાર

પત્ની-સંતાન-પરિવાર માટે કારતકથી ફાગણ સુધીનો પ્રારંભિક તબક્કો સારો  રહે. અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નના સંજોગો પ્રબળ બને. પરણિત હોય તેમને પત્ની-સંતાનના કાર્યમાં સાનૂકુળતા રહે. લગ્ન પછી સંતાન થવામાં વિલંબ થયો હોય તો તેમને આ વર્ષ દરમ્યાન સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય. દુવા-દવાથી સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે. પત્ની સંતાનના ભાગ્યથી તેમજ તેમના કર્મક્ષેત્રની મહેનતથી તમારા પરિવારમાં સુખ-સંપત્તિમાં વધારો થાય. સંતાનના વિદ્યાઅભ્યાસમાં ધ્યાન આપી શકો. ખર્ચ કરી શકો. સંતાન વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકો. પરદેશ મોકલવાની કાર્યવાહીમાં પ્રગતિ જણાય. નોકરી-ધંધા કરનાર પત્ની-સંતાનને આ સમય સાનૂકુળતાવાળો રહે.

પરંતુ તા. ૨૧/૪/૨૦૨૩ થી ગુરૂનું પરિભ્રમણ પ્રતિકુળતાવાળુ રહે છે તેમજ તા. ૩૦/૧૦/૨૦૨૩ સુધી તે રાહુ સાથે ચંડાળ યોગમાં છે તેથી વર્ષના ઉત્તરાર્ધનો સમય આપને પત્ની સંતાન-પરિવાર માટે ચિંતા-ખર્ચ રખાવે. કૌટુંબિક-પારિવારીક પ્રતિકુળતા, સગા-સંબંધી-મિત્રવર્ગથી પ્રતિકુળતા અનુભવાય. માતા-પિતા, વડીલવર્ગના આરોગ્યની અસ્વસ્થતાથી ચિંતા દોડધામ ખર્ચ અનુભવાય. 

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

નોકરીમાં આ વર્ષ આરોહ-અવરોહનું રહે. તેમ છતાં વર્ષના પ્રારંભમાં આપના એક-બે મહત્વના કાર્યનો ઉકેલ આવવાથી આનંદ-ઉત્સાહ રહે. આપના કામની કદર-પ્રશંસા થાય. પરદેશના કામનો ઉકેલ આવે. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં ભાઈભાંડુનો, ભાગીદારનો સાથ-સહકાર મળી રહે. પુખ્ત વયના સંતાન આપના કાર્યમાં મદદરૂપ થતાં રાહત રહે. જો કે રાહુનું પરિભ્રમણ પ્રતિકુળ છે તેથી ક્યારેક કામમાં અડચણ-રૂકાવટનો સામનો કરવો પડે, આપની પ્રગતિની ઈર્ષા કરનારા આપને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસો કર્યા કરે તેથી સાવધ રહેવું.

વર્ષનો ઉત્તરાર્ધ આપના માટે પ્રતિકુળ મની રહે. ગુરૂ-રાહુના ચંડાલ યોગને કારણે તેમજ બન્ને ગ્રહની પ્રતિકુળતાને લીધે આપના ધાર્યા કામ થાય નહીં. આપની ગણત્રી-ધારણાઓ અવળી પડતાં આપની ચિંતા-દોડધામમાં વધારો જણાય. સંયુક્ત ધંધામાં વાદ-વિવાદથી સંભાળવું પડે. ગેરસમજ-મનદુઃખ થઈ જાય. તા. ૩૦/૬ થી તા. ૧૭/૯ સુધીનો સમય નોકરીમાં અગ્નિપરીક્ષાનો રહે. આ સમય દરમ્યાન આપે ધીરજ અને શાંતિ રાખવા. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગની તકલીફના લીધે આપની મુશ્કેલીમાં વધારો થાય. સરકારી નોકરીમાં ખાતાકીય તપાસમાં અટવાઇ ન જાવ તેની તકેદારી રાખવી. કોઈના દ્વેષ, રોષનો ભોગ બનવું પડે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય !

આ વર્ષ દરમ્યાન ધંધામાં આરોહ-અવરોહ અનુભવાય. વર્ષારંભે ગુરૂની સાનુકુળતા છે પરંતુ રાહુની પ્રતિકુળતા છે તેના લીધે ધંધાકીય રીતે સમય મધ્યમ રહે. એક-બે મહત્વના ઓર્ડર મળી રહેતા આનંદ-ઉત્સાહ અનુભવાય. પરદેશના કામમાં સાનુકુળતા મળી રહે. કામ કરવાનો ઉત્સાહ રહે. પરંતુ રાહુની પ્રતિકુળતાને લીધે કામમાં વિલંબ અનુભવાય. ધાર્યા પ્રમાણેના કામ કરવામાં ક્યારેક મુશ્કેલી અનુભવાય. તેમ છતાં એકદરે આપના કામનો ઉકેલ આવી જવાથી આપને રાહત રહે. સંતાન-પત્નીના નામે ધંધો હોય તો લાભ-ફાયદો મળી રહે. આકસ્મિક ઘરાકીનો લાભ મળી જાય. 

પરંતુ વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ-તેમ આપને પ્રતિકુળ સમય-સંજોગો-પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. તા. ૨૧/૪/૨૦૨૩થી ગુરૂનું મેષ રાશિમાં રાહુ સાથેનું પરિભ્રમણ આપના માટે પ્રતિકુળ રહેશે. તેથી વર્ષના ઉત્તરાર્ધમાં ધંધાકીય મુશ્કેલીઓ ઉભી થાય. તેમાં પણ ૩૦ જૂનથી ૧૭ સપ્ટેમ્બર સુધીનો સમય આપના માટે વધુ મુશ્કેલીવાળો રહે. ઘરાકી બંધ થઈ જાય. આવક બંધ થઈ ગઈ છે તેવું અનુભવાય. ઉઘરાણીના નાંણા ફસાઈ જાય. ધંધાકીય મોટા કોઈ જોખમો કરવા નહીં. ધંધામાં નુકસાન થાય, દેવું થઈ જાય. સરકારી તપાસમાં, ઈન્કમટેક્ષ-સેલ્સટેક્ષ, જી.એસ.ટી. તેમજ અન્ય ખાતાકીય તપાસમાં ફસાઈ ન જાવ તેની તકેદારી આપે રાખવી પડે. ભાગીદારીવાળા ધંધામાં વાદ-વિવાદ-મનદુઃખ, ગેરસમજ થઈ જાય. ગાંઠનું ગોપી ચંદન કરીને ઉભા થવાનો વારો આવે.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગને ધર્મ-કાર્યમા, આધ્યાત્મિકતામાં વધારો થાય. પરિવારના કામની વ્યસતા રહે. નોકરી-ધંધામાં કામની વ્યસ્તતા રહે. વર્ષના મધ્યભાગ સુધી વિવાહ-લગ્ન માટે સમય સાનુકુળ રહે. પુત્ર-પૌત્રાદિક, પરિવાર માટે વર્ષ સફળતાનું પ્રગતિનું રહે. આવકમાં, સુખ-સંપત્તિમાં વધારો થાય. પરંતુ વર્ષની મધ્યથી આપને પારિવારીક મુશ્કેલી અનુભવાય. સાસરીપક્ષે-મોસાળ પક્ષે બિમારી-ચિંતા-ખર્ચનું આવરણ આવી જાય.   

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થી વર્ગ માટે વર્ષના પ્રારંભથી એટલે કે કારતક મહિના થી ફાગણ મહિના સુધીનો સમય સાનુકુળ રહે. મનન-વાંચન-લેખનમાં એકાગ્રતા-સ્થિરતા રહે. આત્મબળ સારું રહેતા દઢતાથી મહેનત કરી શકો અને પરીક્ષામા ન ધારેલી સફળતા મેળવી શકો. અભ્યાસની સાથે-સાથે સ્પર્ધાત્મક તેમજ અન્ય પરીક્ષા આપવામાં સમય સારો રહે. પરંતુ ચૈત્ર મહિનાથી આસો મહિના સુધીનો સમય એટલે કે વર્ષનો ઉત્તીરાર્ધ આપના માટે મુશ્કેલી વાળો રહે. તેમાં પણ અષાઢ માસથી ભાદરવા માસના પ્રારંભ સુધીનો સમય વધુ પ્રતિકુળ રહે. મિત્રવર્ગ સાથે હરવા-ફરવામાં, મોજમજામાં, કૌટુંબિક-પારિવારીક પ્રશ્નોના લીધે અભ્યાસ બગડે નહી તેની તકેદારી રાખવી પડે. તે સિવાય આ સમય દરમ્યાન આરોગ્ય વિષયક તકલીફનો સામનો પણ તમારે કરવો પડે. પરદેશના કામમાં આપને રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય.

ઉપસહાર

ટૂંકમાં સંવત ૨૦૭૯નું વર્ષ આપના માટે આરોહ-અવરોહનું બની રહે. વર્ષારંભે ગુરૂની સાનૂકુળતાને લીધે નોકરી-ધંધામાં લાભ-ફાયદો રહે. પરિવારનો-સંતાનનો, પત્નીનો સાથ સહકાર મળી રહે. આરોગ્ય વિષયક ચિંતા પણ ઓછી રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ-રાહુની પ્રતિકુળતા અને યુતિ આપની મુશ્કેલીમાં વધારો કરતાં જાય. આપના ધાર્યા કામ પાર ન પડવાને લીધે ચિંતા-ઉચાટ રહે. પારિવારિક પ્રશ્ને ખર્ચ-દોડધામ-ચિંતા વાદ-વિવાદથી સંભાળવું પડે. પત્ની-સંતાન-પરીવારમાં કોઈના આરોગ્ય અંગે ઉચાટ-ઉદ્વેગ-ખર્ચ રખાવે.

Tags :