Get The App

પૈસા સાચવીને વાપરજો! મકર-મેષ સહિત 3 રાશિના જાતકો માટે 'અશુભ' સમય! મંગળ-રાહુનો વિસ્ફોટક યોગ

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
Visphotak Yog 2026


Visphotak Yog 2026 : વેદિક જ્યોતિષમાં મંગળને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. આ ગ્રહ સાહસ, ઉર્જા, આત્મવિશ્વાસ, ક્રોધ અને પરાક્રમનું પ્રતિક મનાય છે. મંગળ ગ્રહની ચાલથી વ્યક્તિ જ નહીં દેશ દુનિયાની ઘટનાઓ પર અસર થતી હોવાની માન્યતા છે. એવામાં વર્ષ 2026માં ફેબ્રુઆરી મહિનામાં મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે. અહીં પહેલેથી જ રાહુ વિરાજમાન છે. એવામાં મંગળ અને રાહુની યુતિથી અત્યંત ઉગ્ર અને અશુભ વિસ્ફોટક યોગનું નિર્માણ થશે. જેના કારણે ત્રણ રાશિના જાતકોના જીવનમાં તણાવ, સંઘર્ષ અને નુકસાનના યોગ બની રહ્યા છે. 

23મી ફેબ્રુઆરી, 2026એ મંગળ સવારે 11 વાગીને 57 મિનિટે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બીજી એપ્રિલ સુધી મંગળ અહીં જ વિરાજમાન રહેશે. 

મેષ: આ વિસ્ફોટક યોગના કારણે મેષના રાશિના જાતકોની ધનલાભની આશા પર પાણી ફરી શકે છે. મિત્રો તરફથી દગો મળવાની શક્યતા છે. રોકાણમાં નુકસાન થઈ શકે છે. ગુસ્સામાં લેવાયેલો કોઈ પણ નિર્ણય ભવિષ્યમાં પસ્તાવાનું કારણ બનશે. 

ધન: મંગળ અને રાહુની યુતિના કારણે ધન રાશિના જાતકોના વિવાદ વધશે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. ભાઈ-બહેનમાં મતભેદ, કાયદાકીય અડચણો અને મુસાફરીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઉતાવળમાં કોઈ પણ કાર્ય કરવા નહીં. 

મકર: મકર રાશિના જાતકો માટે આર્થિક અસ્થિરતા, અચાનક ખર્ચ અને પારિવારિક તણાવના યોગ છે. કઠોર શબ્દોના કારણે સંબંધોમાં તિરાડ આવી શકે છે. ધન સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કરવા. 

બચવા માટે ઉપાય: 

હનુમાન ચાલીસા અથવા સુંદરકાંઠના પાઠ

મંગળવાર અને શનિવારે દાન

ક્રોધ પર નિયંત્રણ