વિષ્કુંભ યોગથી આજે આ રાશિઓના જાતકોને થશે વિશેષ લાભ, શનિ દેવ આપશે શુભ પરિણામ
Image Source: Twitter
અમદાવાદ, તા. 26 ઓગસ્ટ 2023 શનિવાર
આજે શનિવારના દિવસે વિષ્કુંભ યોગનું નિર્માણ થઈ રહ્યુ છે જેનો શુભ પ્રભાવ કેટલીક રાશિઓ પર પડશે. શનિના સકારાત્મક પ્રભાવથી કેટલીક રાશિઓને લાભ મળવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ અને નક્ષત્રોની સ્થિતિમાં સમયાંતરે પરિવર્તન થતુ રહે છે. ગ્રહોના આ પરિવર્તનથી ઘણા શુભ-અશુભ યોગોનું નિર્માણ થાય છે. આજે 26 ઓગસ્ટ શનિવારનો દિવસ ખૂબ ખાસ રહેવાનો છે. આજના દિવસે ચંદ્ર વૃશ્ચિકથી ધન રાશિમાં આવી રહ્યો છે. દરમિયાન મૂળ નક્ષત્રની સાથે વિષ્કુંભ યોગનું નિર્માણ થઈ રહ્યુ છે. આ યોગના શુભ પ્રભાવથી શનિ દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
કન્યા
શનિવારનો દિવસ કન્યા રાશિના જાતકો માટે ખૂબ લકી સાબિત થવાનો છે. આ રાશિના જાતકો પર શનિ દેવની કૃપા રહેશે. નોકરિયાત વર્ગના લોકો માટે આ દિવસ ખૂબ સારો રહેવાનો છે. આ દિવસે જે લોકો નવો વેપાર શરૂ કરવા માંગે છે તેમના માટે શુભ રહેશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ રહેવાનો છે. મૂળ નક્ષત્ર અને વિષ્કુંભ યોગના કારણે રૂપિયાની લેવડ-દેવડમાં ફાયદો થશે, જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. અવિવાહિત લોકો માટે લગ્નનું માંગુ આવી શકે છે. કોઈ જૂના મિત્ર કે પરિચિત સાથે મુલાકાત થશે.
ધન
ધન રાશિના લોકો માટે શનિવાર ઉત્તમ રહેશે. આ દિવસે શનિ દેવની કૃપાથી રોકાયેલા કાર્ય સરળતાથી પૂરા થશે. જે લોકોના સંતાનના વિવાહમાં પરેશાની આવી રહી છે તો આ પરેશાની દૂર થશે. આવક અને ખર્ચમાં સંતુલન બનાવવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે.
મકર
શનિવારનો દિવસ મકર રાશિના જાતકો માટે શ્રેષ્ઠ રહેવાનો છે. જૂના રોકાયેલા કામ પૂરા થશે. જીવનમાં જો કોઈ સમસ્યા ચાલી રહી છે તો પરિવારના સહયોગથી આનાથી છુટકારો મળશે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ ફળદાયી રહેશે. ખાસ કરીને નોકરિયાત લોકોને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં પગાર વધારો થઈ શકે છે. જેનાથી પ્રસન્નતાનો અનુભવ કરશો. જીવનમાં જો કોઈ તકલીફ ચાલી રહી છે તો તેનું સમાધાન થશે.