- VIRGO
- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર
ક્રાંતિવૃત ૧૫૦થી ૧૮૦ અંશ સુધીમાં કન્યા રાશિમાં સમાવેશ થાય છે. કન્યા રાશિ એ પૃથ્વી તત્ત્વની દ્વિસ્વભાવની ી રાશિ છે. કન્યા રાશિનું ચિહ્ન એટલે કન્યા અને એના હાથમાં અગ્નિનું પાત્ર. પૃથ્વી તત્ત્વની રાશિ અને સ્વામી બુદ્ધ હોવાથી આ રાશિના જાતકો માટે, પ્રેમ જેટલો આપશો એટલો મળશે. તેઓ સ્પષ્ટવક્તા હોય છે, કડવું સત્ય કહી દે છે. જેમની કન્યા રાશિમાં બુદ્ધ ઉચ્ચ હોય તેમનું પીપલ્સ મેનેજમેન્ટ ખૂબ સારું હોય છે. લોકોને તેઓ સારી રીતે હેન્ડલ કરી શકે છે. એમનું ભાષાનું જ્ઞાાન સારુ હોય છે, એમને સાહિત્યમાં રસ હોય છે. આ રાશિના જાતકો ઉત્સાહી હોય છે. વળી, દ્વિસ્વભાવને લીધે તેમનામાં સ્થિરતા હોતા નથી. આ રાશિના જાતક શરમાળ હોય છે, તેઓ રિસાઈ પણ જલ્દી જાય છે. તેઓ સમાધાન પણ જલ્દી કરી લે. કન્યા રાશિમાં ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા નક્ષત્રનો સમાવેશ થાય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલા જાતકોમાં વ્યવહારિકતા વધારે જોવા મળે છે. જેમનો જન્મ હસ્ત નક્ષત્રમાં થયો હોય તેમનામાં એક પ્રકારનું આકર્ષણ હોય છે, તેમની કલ્પનાશક્તિ પ્રબળ હોય છે. કલા તરફ તેમને રુચિ હોય છે. ચિત્રા નક્ષત્રમાં જન્મનારી વ્યક્તિ નાટક- સિનેમાના શોખીન હોય છે.
વાણી કપૂર - ૨૩ ઓગસ્ટ
અક્ષય કુમાર ૯ સપ્ટેમ્બર
કરીના કપૂર - ૨૧ સપ્ટેમ્બર
શરીર, મન અને સ્વાસ્થ્ય
૨૦૨૬માં કન્યા રાશિના જાતકોની શારીરિક તંદુરસ્તી થોડીક જોખમાય એવું બની શકે. સાતમા ભાવથી શનિદેવ દૃષ્ટિ કરતા હોવાથી પોતાના શરીરની થોડીક કાળજી રાખવી. છઠ્ઠા ભાવમાં ગોચરના રાહુ મહારાજ બિરાજમાન હોવાથી દવાદારૂમાં પૈસા ખર્ચાય એવી સંભાવના છે. મોટી બીમારીના યોગ નથી, પણ એકંદરે શરીર સાચવવું. માનસિક સ્વાસ્થ્ય સારું રહે. આધ્યાત્મિક ગતિવિધિ સાથે જોડાયેલા રહેશો તો મનદુરસ્તી સારી બની રહેશે.
મારું ઘર મારો પરિવાર
પારિવારિક સંબંધોની વાત કરીએ તો કન્યા રાશિ માટે ૨૦૨૬નું વર્ષ સુખદાયી નીવડશે. પારિવારિક સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે. હા, માતાઓને થોડીઘણી ચિંતા રહ્યા કરશે. સમજણપૂર્વક કુટુંબીજનો સાથે જો વાતચીત અને ચર્ચા કરવામાં આવશે તો આ વર્ષ કન્યા રાશિના જાતકો માટે શુભ નીવડી શકે.
પ્રેમ - લગ્ન - સંતતિ
લગ્નોત્સુક જાતકો માટે ૨૦૨૬નું વર્ષ સારું સાબિત થઈ શકે છે. લગ્નના પ્રબળ યોગ બને છે. ખાસ કરીને જૂન ૨૦૨૬થી ડિસેમ્બર ૨૦૨૬ સુધી લગ્નના સંજોગો વધારે બળવત્તર બને છે. પ્રેમલગ્ન કરવા ઇચ્છતા જાતકોને સફળતા પ્રાપ્ત થશે. પરિવાર તરફથી મંજૂરી ન મળતી હોય, પણ જો આ વર્ષે પુનઃ કોશિશ કરવામાં આવશે તો પરિવારની સંમતિ મળી જશે. સંતાન ઇચ્છતા જાતકો ઉપર નોંધેલા સમયગાળામાં પ્રયત્ન કરશે તો સારું પરિણામ મળે તેવા યોગ છે. એકંદરે પ્રેમલગ્ન અને સંતતિ ઇચ્છુક જાતકો માટે ૨૦૨૬નું વર્ષ શુભદાયી નીવડશે.
ભણતર અને ગણતર
કન્યા રાશિના જાતક વિદ્યાર્થીઓએ ભણતર માટે વિશેષ મહેનત કરવી પડશે. વિદેશગમન કરવા માગતા હો તો 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી પડશે. વર્ષના છેલ્લા છ મહિના દરમિયાન જો વધારે મહેનત કરવામાં આવે તો વિદ્યાભ્યાસમાં પણ ધારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. અટકેલા એકેડેમિક કામ અથવા કોર્સમાં આગળ વધી શકાશે.
નોકરી - ધંધો - કરીઅર
કન્યા રાશિના જાતકો, જે નોકરીયાત છે, તેમના માટે અત્યારે ઘણો સમય સારો છે. ગોચરના રાહુ મહારાજ અત્યારે નોકરી સ્થાનમાં બિરાજમાન હોવાથી સારી નોકરી મળી શકે છે. નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. જેમની પાસે નોકરી નથી તેવા જાતકો પ્રયત્ન કરે તો સારી જોબ મેળવવામાં અચૂક સફળતા પ્રાપ્ત થાય. બિઝનેસ કરતા જાતકો માટે અત્યારે વૃદ્ધિનો સમય છે. ધંધામાં પરિવર્તનનો સમય છે. વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે. કન્યા રાશિના જાતકોને નોકરી અને વ્યવસાય બંનેમાં સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ બને છે. જેમને ભાગીદારીમાં રસ હોય તેમને પણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
પૈસા યે પૈસા
શેરબજારમાં રોકાણ કરતા કન્યા રાશિના જાતકો માટે સારોે સમય ચાલે છે. પાંચમા ભાવના અધિપતિ કેન્દ્રમાં બેઠેલા હોવાથી પરિણામ સારું મળે. જૂનથી ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં શેરબજાર ના કામમાંથી સારું એવું વળતર મળે એવી શક્યતા છ.ે જેમને વારસા મિલકતમાંથી ભાગ મેળવવો હોય તેમણે થોડી મહેનત કરવી પડશે. અલબત્ત, થોડીક રાહ જોવી પડશે. એક્સપોર્ટના ધંધામાં થોડીક રૂકાવટ અનુભવાય. વર્ષના અંત દરમિયાન વધારે સફળતા જોવા મળશે, પણ તે માટે પૂરતી મહેનત કરવી પડશે.
વાહન અને જમીન
પોતાની માલિકીનું નવું ઘર કે જમીનનો ટુકડો ખરીદવા માગતા જાતકોએ થોડીક રાહ જોવી જોઈએ. સાતમા ભાવમાં બિરાજમાન શનિદેવ દસમી દ્રષ્ટિથી સુખ સગવડના ભાવને નજર કરતા હોવાથી જો નવું ઘર લેવું હોય તો પણ ધાર્યા સમય મુજબ કામ નહીં થાય, કામ ખોરંભે ચડશે. નવા વાહન કે સુખસગવડનાં ઉપકરણો ખરીદવા માટે પણ થોડી રાહ જોવી પડશે.
નારી તુ નારાયણી
કન્યા રાશિની યુવતીઓ, જે લગ્ન કરવા ઈચ્છે છે, તેમના માટે ૨૦૨૬નું વર્ષ શુભદાયી નીવડે એવા યોગ છે. નોકરીયાત મહિલાઓને પ્રમોશન અથવા સારા પૈસા મળે, પગાર-વધારો થાય. સંતાન ઇચ્છતી ીઓ માટે જૂન ૨૦૨૬ પછી સારા યોગ બને છે, તો આ સમયે પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત થાય. જે ીઓ વિદેશ જવા માગે છે એમણે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી પડશે. વર્ષના અંતમાં વધારે મહેનત કર્યા બાદ સફળતા મળે એવા યોગ પ્રબળ બને છે, પરંતુ મહેનત કરવી પડશે.
વિશેષ ઉપાય
શનિ, રાહુ, કેતુ અને ગુરુ જેવા મોટા ગ્રહો એક રાશિમાં લાંબો સમય સુધી રહેતા હોય ત્યારે એના ફળસ્વરુપે વ્યક્તિના જીવનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળતા હોય છે. આ ગ્રહના આધારે કન્યા રાશિના જાતકોએ દર બુધવારે મગનું સેવન કરવું જોઈએ. લીલા રંગનાં વ ધારણ કરવા જોઈએ. ગાયને દર શુક્રવારે ઘાસ ખવડાવવું જોઈએ. માતાજીની આરાધના કરવી જોઈએ. શનિદેવના મંદિરે જવું જોઈએ અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ.


