Get The App

જાણો ઘરના મુખ્ય દરવાજા માટેના અગત્યના વાસ્તુ નિયમો

Updated: Jun 15th, 2019

GS TEAM


Google News
Google News
જાણો ઘરના મુખ્ય દરવાજા માટેના અગત્યના વાસ્તુ નિયમો 1 - image


અમદાવાદ, 15 જૂન 2019, શનિવાર

દરેક ઘરમાં એક મુખ્ય દરવાજો તો હોય જ છે. આ દરવાજામાંથી જ પ્રવેશ કરી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે છે. ઘરના મુખ્ય દરવાજામાંથી સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઊર્જા ઘરમાં પ્રવેશે છે. એટલા માટે જ વાસ્તુ શાસ્ત્રમાં જણાવાયું છે કે મુખ્ય દરવાજા માટેના નિયમોનું પાલન થાય તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધતો નથી. 

ઘરનો મુખ્ય દરવાજો વાસ્તુ અનુસાર બનેલો હોય તો ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહે છે અને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. ઘરનો મુખ્ય દરવાજો બનાવો ત્યારે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ કે ઘરનો મુખ્ય દરવાજો બનાવતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

ઘરના મુખ્ય દરવાજા માટેના વાસ્તુ નિયમો

1. ઘરનો મુખ્ય દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે અવાજ ન કરવો જોઈએ.

2. મુખ્ય દરવાજો પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ બનાવવો.

3. ઘરના મુખ્ય દરવાજા સામે દાદર ન હોવો જોઈએ.

4. મુખ્ય દરવાજો ઘરની વચ્ચે નહીં પરંતુ જમણી અથવા ડાબી તરફ હોવો જોઈએ.

5. મુખ્ય દરવાજાની સામે ઝાડ, દીવાલ, થાંભલા જેવી વસ્તુઓ ન હોવી જોઈએ. 

6. ઘરના મુખ્ય દરવાજાનો ઉંમરો રસ્તા કરતાં ઊંચો હોવો જોઈએ.

7 વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો એવી રીતે બનાવવો કે તે ઘરની તરફ એટલે કે અંદરની તરફ ખુલે. મુખ્ય દરવાજો બહારની તરફ ખુલતો હોય તો સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 


Tags :