ઘરમાં સાવરણીનો આ રીતે ઉપયોગ કરવાથી બની જશો ધનવાન
- ક્યારેય નહીં સર્જાય પૈસાની તંગી
અમદાવાદ, તા. 9 જૂન 2018 શનિવાર
શું તમને ખબર છે કે દરેક ઘરમાં ઉપયોગમાં થતી સાવરણી પણ ઘરમાં વાસ્તુદોષનું કારણ બની શકે છે. એટલું નહીં તેની સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક માન્યતા પણ છે. જેના અનુસાર તમે જ સાવરણીનું અપમાન કરશો તો તેનાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે.
- શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, સાવરણીને ક્યારેય પણ મુખ્ય દરવાજાથી દેખાય તે રીતે ન રાખવી. જ્યારે પણ સાવરણીનું કોઈ કામ ન હોય તો તેને એવી જગ્યાએ રાખવી જ્યાં કોઈની પણ નજર ન જાય. સાવરણીને નોર્થ દિશામાં છુપાવીને રાખવી.
- ક્યારેય પણ ડાઈનિંગ હોલમાં સાવરણી ન રાખવી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે
- સાવરણીને ક્યારેય પણ બેડરૂમ અથવા ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. બેડરૂમમાં તેને રાખવાથી વૈવાહિક જીવનમાં તણાવ ઉભો થઈ શકે છે
- ઘરના કોઈ પણ સભ્ય જ્યારે બહાર જઈને આવે ત્યારે તરત સાવરણીથી કચરો સાફ ન કરવો. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી જે કામ માટે બહાર ગયા હતા તે કામમાં અડચણ આવે છે
- ક્યારે પણ સાવરણીને ઉભી ન રાખવી જોઈએ. તે સિવાય સાવરણીને ક્યારે પણ પગથી હટાવી ન જોઈએ.
- તેમજ ક્યારે પણ સાવરણીને સળગાવાની ભૂવ ન કરવી, તેનાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે.