Get The App

ભૂલથી પણ ના રાખશો ઘરમાં તુટલો કાચ, નહી તો ઘરમાં આવી શકે છે દુ:ખોનો પહાડ

શાસ્ત્રો પ્રમાણે ઘરમાં તુટેલો કાચ રાખવો ખૂબ જ ખરાબ માનવામાં આવે છે

તુટેલા કાચને નજરઅંદાજ કરવો તમને નુકસાન પહોચાડી શકે છે

Updated: Jun 18th, 2023

GS TEAM

Google News
Google News
ભૂલથી પણ ના રાખશો ઘરમાં તુટલો કાચ, નહી તો ઘરમાં આવી શકે છે દુ:ખોનો પહાડ 1 - image
Image Envato

તા. 18 જૂન 2023, રવિવાર 

ઘરમાં ભૂલથી પણ ના રાખશો તુટલો કાચ. કારણ કે તેનાથી તમારી જીદંગીમાં આવી શકે છે દુખોના પહાડ. એટલે ભૂલથી પણ ઘરમાં તુટેલો કાચ ના રાખતા.

શાસ્ત્રો પ્રમાણે ઘરમાં તુટેલો કાચ રાખવો ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આપણે ત્યા કાચનો ઉપયોગ ઘરને ખૂબસુરત રાખવા માટે કરવામાં આવે છે. કાચ આપણા ઘરની શોભા વધારવાનું કામ કરે છે. 

સુશોભન માટે  કાચ મહત્વનો ભાગ માનવામાં આવે છે

ઘરના ડેકોરેશન સુશોભનમાં કાચનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. કેટલીયે વાર ઘરના કાચ તુટી જાય છે અને તમે તેને બદલતા નથી અને તમે આ વસ્તુને નજર અંદાજ કરતા રહીએ છીએ. 

હિન્દુ ધર્મમાં કાચને તુટવો અશુભ માનવામાં આવે છે.

તુટેલા કાચને નજરઅંદાજ કરવો તમને નુકસાન પહોચાડી શકે છે. તુટેલા કાચ બાબતે આપણે ક્યારેય નજર અંદાજ બિલકુલ કરવું જોઈએ નહી. અને આપણા હિન્દુ ધર્મમાં કાચને તુટવો અશુભ માનવામાં આવે છે. 

ઘરમાં કાચ તુટવો જીવનમાં કોઈના કોઈ અશુભ ઘટનાની નિશાની માનવામાં આવે છે. 

જે લોકો ઘરમાં કાચ તુટવાને નજર અંદાજ કરી અવિશ્વાસ માનતા હોય છે તેમના જીવનમાં કોઈના કોઈ અશુભ ઘટના બનતી હોય છે. અને જે તેમને નુકશાન પહોચાડે છે. તો ક્ટેલાક લોકો તેને શુભ-અશુભ સંકેતો વિશે વિચારતા હોય છે. 

કાચ તુટી જાય તો તેને જલ્દીથી ઘરની બહાર ફેકી દેવો જોઈએ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે જો કાચ તુટી જાય તો તેને જલ્દીથી ઘરની બહાર કાઢી નાખવો જોઈએ. એટલે કે તેને ફેકી દેવો જોઈએ. આવું કરવાથી કાચની સાથે સાથે ઘરમાં આવનારી બલા પણ બહાર જતી રહે છે. અને કોઈ મોટા નુકસાનથી બચી શકાય છે.