નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી 2021, બુધવાર
વાસ્તુશાસ્ત્ર દિશાઓ પર આધારિત હોય છે. મનુષ્યનું મંગળ-અમંગળ વાસ્તુ પર જ આધારિત હોય છે. હિન્દૂ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ઘણુ મહત્ત્વ માનવામાં આવે છે.. ઘર બનાવવાનું હોય અથવા તો દુકાન, તમામ નિર્માણ કાર્યોમાં વાસ્તુના નિયમોનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.
પૂજા-પાઠની આ વસ્તુઓને જમીન પર રાખવાથી વાસ્તુદોષ થાય છે
વાસ્તુ શાસ્ત્રમાં પૂજા-પાઠની કેટલીય વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેને જમીન પર રાખવાથી વાસ્તુદોષ થાય છે. આ દોષ લાગવા પર મનુષ્ય કેટલાય પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાય જાય છે.
ભગવાનની મૂર્તિ અથવા તસવીરને જમીન પર ન રાખશો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારેય પણ ભગવાનની મૂર્તિ અથવા તસવીરને જમીન પર ન રાખવી જોઇએ. આમ કરવાથી વાસ્તુદોષ થાય છે. પૂજા ઘર સાફ કરતી વખતે કોઇ સાફ સ્થળ પર સ્વચ્છ કપડુ પાથરો અને ત્યારબાદ તેના પર ભગવાનની મૂર્તિ અથવા તસવીર રાખો.
શિવલિંગને જમીન પર ન રાખો
વાસ્તુ અનુસાર, શિવલિંગને હંમેશા રેશમી કપડુ પાથરીને તેના ઉપર જ રાખો. શિવલિંગને રેશમી કપડા સિવાયના કપડા ઉપર રાખવાથી વાસ્તુદોષ થાય છે. તેનાથી ઘરમાં ધનની અછત થાય છે.
શંખને જમીન પર રાખવાથી લાગે છે વાસ્તુદોષ
મોટાભાગે ઘરમાં શંખનો ઉપયોગ કરવો જરૂરી હોય છે. શંખની ધ્વનિથી નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે. શંખને માતા લક્ષ્મીનો ભાઇ કહેવામાં આવે છે. એટલા માટે પવિત્ર શંખને ક્યારેય પણ જમીન પર ન રાખવું જોઇએ.
પૂજા-પાઠની સામગ્રીને જમીન પર ન રાખશો
પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતા દીવા, અગરબત્તી, ફૂલ, માળા અથવા કોઇ અન્ય વસ્તુઓને જમીન પર ભૂલથી પણ ન રાખવું જોઇએ. પૂજાની આ બધી વસ્તુઓ ખૂબ જ પવિત્ર હોય છે. આ પવિત્ર વસ્તુઓને જમીન પર રાખવાથી વાસ્તુદોષ લાગે છે.
કળશને જમીન પર રાખવાથી અશુભ થાય છે
કળશ વગર દરેક પૂજા અધૂરી માનવામાં આવે છે. મોટાભાગના લોકો કળશને જમીન પર મુકી દે છે, આમ કરવાથી વાસ્તુદોષ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ અટકી જાય છે. કળશને હંમેશા થાળીમાં રાખવું જોઇએ.


