Tulsi Vivah 2020 : ક્યારે છે તુલસી વિવાહ, જાણો, શુભ મુહૂર્ત અને વિવાહ વિધિ વિશે...
- તુલસી વિવાહની સાથે તમામ માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જાય છે
નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2020, શનિવાર
તુલસી વિવાહ કારતક મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિ એટલે કે દેવ પ્રબોધિની એકાદશીના દિવસે મનાવવામાં આવે છે. તેને દેવ ઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે. તુલસી વિવાહ 26 નવેમ્બર ગુરુવારે કરવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, તુલસી વિવાહની સાથે તમામ માંગલિક કાર્ય એકવાર ફરીથી શરૂ થઇ જશે. માન્યતા છે કે જે લોકો કન્યા સુખથી વંચિત હોય છે તે લોકો આ દિવસે ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીના વિવાહ કરાવે છે તો તેમને કન્યા દાન સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસથી લોકો તમામ શુભ કામની શરૂઆત કરી શકે છે.
તુલસી વિવાહનું શુભ મુહૂર્ત
અગિયારસ તિથિની શરૂઆત :- 25 નવેમ્બર, સવારે 2:42 વાગ્યાથી શરૂ થશે.
અગિયારસ તિથિનું સમાપન :- 26 નવેમ્બર, સવારે 5 :10 વાગ્યા સુધીમાં અગિયારસ તિથિ સમાપ્ત થઇ જશે.
બારસ તિથિનો પ્રારંભ :- 26 નવેમ્બર, સવારે 05 :10 મિનિટથી બારસ તિથિની શરૂઆત થશે.
બારસ તિથિનું સમાપન :- 27 નવેમ્બર, સવારે 07 : 46 મિનિટ સુધી બારસ તિથિ સમાપ્ત થઇ જશે.
તુલસી વિવાહ વિધિ
- આંગણામાં અથવા કૂંડામાં ઉગતા તુલસીના છોડની ચારેય તરફ રેશમી કપડાં અને કેળાના પાંદડાઓથી મંડપ સજાઓ.
- તુલસી માતાને લાલ રંગની ચુંદડી ઓઢાડો અને તમામ શ્રૃંગારની વસ્તુઓ અર્પિત કરો.
- તુલસીજીની પાસે જ ભગવાન શાલિગ્રામ અને ગણેશ ભગવાન રાખીને તેમની પૂજા-અર્ચના કરો.
- ભગવાન શાલિગ્રામની મૂર્તિ સિંહાસન સાથે હાથમાં લઇને ઉભા થઇ જાઓ અને માતા તુલસીના 7 ફેરા લો. આ પ્રકારે તુલસી વિવાહ સંપન્ન થશે.
- ત્યારબાદ તુલસીજીની આરતી વાંચો અને લગ્નમાં ગવાતાં ગીત ગાઓ.