Vaishakhi Purnima 2024: આ વખતે વૈશાખી પૂર્ણિમા 23મી મે, ગુરુવારે મનાવવામાં આવશે. વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
વૈશાખી પૂર્ણિમાના દિવસે જો કોઈ પૂર્ણિમાનું વ્રત રાખે છે, તો શ્રી હરિ અને માતા લક્ષ્મી તેમની દરેક મનોકામના પૂરી કરે છે. એવું કહેવાય છે કે, ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમના પ્રિય છોડ તુલસીને કેટલીક વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
ચાલો આજે જાણીએ કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને કઈ કઈ વસ્તુ ચઢાવવી જોઈએ.
લાલ ચુંદડી
વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી ચડાવો. એવું કહેવાય છે કે, વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરવાથી જીવનમાં ધન- ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
પીળો દોરો
વૈશાખ પૂર્ણિમાના દિવસે પીળા રંગના દોરામાં 108 ગાંઠ બાંધીને તુલસીના કુંડા પર બાંધો. આ પછી તુલસી માતાને સર્વસુખ માટે પ્રાર્થના કરો.
લાલ નાડાછડી
વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસીને લાલ રંગની નાડાછડી જરુર બાંધો, આમ કરવાથી જીવનની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જશે અને શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહેશે.
દિપક પ્રગટાવો
આ દિવસે માતા તુલસીને કાચું દૂધ ચઢાવો. પરંતુ તેની પહેલા તુલસીની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. મનોકામના પૂરી થાય તે માટે તુલસી માતાને પ્રાર્થના કરો.


