50 વર્ષ બાદ સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
![]() |
Trigrahi Yog: 50 વર્ષ બાદ સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને કેતુને કારણે ત્રિગ્રહી યોગ બન્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં ત્રિગ્રહી યોગને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો કે, 15 સપ્ટેમ્બરે શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી તે દિવસે ચતુગ્રહી યોગનું નિર્માણ થશે. ત્રિગ્રહી યોગ બનવાથી ઘણી રાશિઓને લાભ થશે અને આર્થિક સ્થિતિ પણ સુધરશે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 1 થી 7 સપ્ટેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે
સિંહ
આ યોગથી સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. નોકરીમાં નવા અવસરો મળશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જાતકો પ્રતિસ્પર્ધીઓને મજબૂત ટક્કર આપશે. સિંહ રાશિના જાતકોના પારિવારિક વ્યવસાયમાં પ્રગતિ થશે. વિદેશથી કોઈ સારો અવસર મળી શકે છે.
આ પણ વાંચો: નવરાત્રિમાં ગજરાજ પર સવાર થઈ આવશે મા દુર્ગા, હસ્ત નક્ષત્રમાં થશે ઘટસ્થાપના; જાણો મુહૂર્ત
વૃશ્ચિક
કરિયર માટે આ સંયોગ ખૂબ જ સારો રહેશે. વ્યવસાયમાં વધુ નફો મળશે. નોકરી કરતાં જાતકો કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશે. સ્વાસ્થ્યમાં સુધારો રહેશે.
ધનુ
સુખ-સુવિધાઓમાં વધારો થશે. પ્રોફેશનલ જીવન શ્રેષ્ઠ સાબિત થશે. આર્થિક જીવનમાં ખૂબ પ્રગતિ થશે. અટકેલા નાણાં પાછા મળશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. ધનુ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે. માન-સન્માન વધશે.