Get The App

આવતીકાલે ગ્રહોનું 'ડબલ ગોચર'! 4 રાશિના જાતકોના મનની ઈચ્છાઓ થશે પૂરી

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
આવતીકાલે ગ્રહોનું 'ડબલ ગોચર'! 4 રાશિના જાતકોના મનની ઈચ્છાઓ થશે પૂરી 1 - image


Grah Gochar 2026: વર્ષ 2026નો પહેલો જાન્યુઆરી મહિનો ગ્રહો અને નક્ષત્રોના નજરથી ખૂબ જ ખાસ છે. આ મહિનામાં ગ્રહોની ચાલમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર 20 જાન્યુઆરી 2026ની તિથિ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ દિવસે એક સાથે મોટા બે ગ્રહો નક્ષત્ર પરિવર્તન એટલે ચાલ બદલી રહ્યા છે. જેથી ખાસ સંયોગ ઊભો થયો છે. 

દ્રિક પંચાંગ પંજાગ મુજબ 20 જાન્યુઆરીની મોડી રાત્રે અરુણ ગ્રહ યુરેનસ સૂર્યના કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે, આ જ દિવસે શનિ દેવ પોતાના જ નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ દરમિયાન મંગળ-શનિની યુતિ એક લાભકારી યોગ બનાવશે. જેને જ્યોતિષમાં ત્રિ એકાદશ યોગ કહેવાય છે. આવા યોગ ઓછા બને છે કે જેની અસર લાંબા સમય સુધી જોવા મળે છે. આ બમણા ગોચરનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. પણ તેમાંથી ચાર રાશિઑ એવી છેકે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક નીવડશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે 20 જાન્યુઆરીએ બની રહેલો સંયોગ ખાસ સંકેત આપી રહ્યો છે. લાંબા સમયથી અટકેલાં કામ પર પડશે. કરિયરથી જોડાયેલા નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે, નોકરી અને ધંધામાં નવા અવસર ઊભા થઈ શકે, આવક વધવાના યોગ બની રહ્યા છે. ઘર પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ સાથે સહયોગ મળવવાની તેમજ મિત્રોથી મદદ મળવાની સંભવાના છે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે આવનારા દિવસો મન અને ધન બંને તબક્કે રાહતભર્યા રહેશે. જે ઈચ્છાઓને પૂર્ણ કરવા લાંબા સમયથી કોશિશ કરી રહ્યા છો તે પરિપૂર્ણ થશે. કમાણી માટે નવા રસ્તાઓ ખુલશે. ઓફિસમાં તમારા કામકાજના વખાણ થશે. આગળ વધના યોગ, સંબંધોમાં મીઠાશ તેમજ સકારાત્મક ઉર્જા બની રહેશે. 

કર્ક રાશિ

કર્ક રાશિ માટે પણ આ ગોચર સકારાત્મક ફેરફાર લઈને આવ્યું છે. જે કામ વારંવાર અટકી રહ્યા તે પૂરા થશે. આર્થિક નિર્ણયોમાં ફાયદો થશે. સ્થિતિ પહેલાથી વધુ સારી બનતી લાગશે. નવા કામ અને પ્રોજેક્ટ શરૂ કરવાનો મોકો મળી શકે છે. મન શાંત રહેશે તેમજ પરિવાર સાથે સારો સમય વિતાવી શકાશે. 

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 19થી 25 જાન્યુઆરી 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

ધન/ધનુ રાશિ

ધન રાશિના જાતકોની આશાઓ હવે હકીકતમાં બદલવા જઈ રહી છે. ઘણા સમયથી જે યોજનાઓ બનાવી રહ્યા હતા તેના પર કામ શરૂ થઈ શકે છે. પૈસા બાબતે જોડાયેલા પરેશાનીઓનો અંત આવી શકે છે. અચાનક લાભ મળી શકે છે. નોકરીમાં ઓળખ અને સન્માન મળશે. પ્રવાસ દ્વારા નવા લોકોને મળવાનું થશે જે ભવિષ્યમાં ફાયદો અપાવશે.