Updated: Mar 16th, 2023
![]() |
image : pixabay |
ઘણીવાર હથેળી પરની રેખાઓ એકબીજાને ક્રોસ કરતી હોય છે. આ રેખાઓ એકબીજાને ક્રોસ કરી હેશટેગ(#) જેવી નિશાની બનાવતી હોય છે. ચાઇનીઝ પેમીસ્ટ્રીમાં આ પ્રકારની નિશાનીને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. આવો જાણીએ હથેળીના જુદા જુદા ભાગમાં બનતી હેશટેગ(#)ની નિશાની શું દર્શાવે છે.
![]() |
image : pixabay |
કઈ જગ્યાએ શું દર્શાવે છે હેશટેગ
હસ્તરેખા શાસ્ત્ર મુજબ આ નિશાની હૃદય રેખા પર હોય તો આવા લોકોનું કરિયર ખુબ જ સારું હોય છે. આ લોકો ધંધામાં ખુબ જ સારું પ્રદર્શન કરતા હોય છે. આ નિશાની જો અંગૂઠા પાસેની આંગળી પર હોય તો આવા વ્યક્તિ પાસે ધનની કમી થતી નથી. જો આ નિશાની ટચલી આંગળી નીચે બની હોય તો આવા લોકોને સમાજમાં ખુબ જ સમ્માન મળે છે. જો આ હેશટેગ(#) વચલી આંગળીના નીચે બને છે તો આવા માણસોના ઉચ્ચ અધિકારી બનવાની સંભાવના ખુબ જ વધારે હોય છે.
આંગળીઓ પર બનતી હેશટેગ(#)ની નિશાનીનો અર્થ
જો આ હેશટેગ(#)ની નિશાની હાથના અંગુઠા પાસેની આંગળી પર બને છે તો આ પ્રકારના વ્યક્તિની સરકારી કાર્યાલયોમાં કામગીરી કરવાની સંભાવના વધારે હોય છે. વચલી આંગળી પર આ ચિહ્ન ધનની નિશાની હોય છે. આવા લોકો કરિયરમાં ખુબ જ આગળ વધે છે. આ લોકોને હંમેશા ભાગ્યનો સાથ મળતો હોય છે. જે લોકોની ટચલી આંગળી પાસેની આંગળી પર આ નિશાની હોય છે તેવાં લોકોમાં સંતોષ વધારે હોય છે. આવા લોકો પાસે ધન ભલે ઓછા પ્રમાણમાં હોય પણ તેમને સમાજમાં ખુબ વધારે સમ્માન મળતું હોય છે. ટચલી આંગળી પર આ નિશાની ખુબ ઓછા લોકોમાં જોવા મળે છે. આવા લોકો તેમનાં જીવનમાં ખુબ પૈસા કમાતા હોય છે.