અષ્ટદળ કમળથી અપાવશે પૈસા, સંપત્તિ અને નોકરી
અષ્ટદળ કમળ સાક્ષાત લક્ષ્મીનું રૂપ મનાતુ હોવાથી હિન્દૂ ધર્મમાં એનું વિશેષ મહત્વ છે. તાંત્રિક ગ્રંથોમાં કહેવાયુ છે કે અષ્ટદળ કમળમાં મા લક્ષ્મી પોતાના 8 રૂપોમાં વિરાજમાન રહે છે. તેથી જ્યાં પણ અષ્ટદળ કમળ હોય ત્યાં સુખ, સંપન્નતા, પૈસો, વૈભવ અને સંપત્તિ સામે ચાલીને આવે છે.
વિષ્ણુપુરાણમાં લક્ષ્મીજીએ કહ્યું છે કે આ કમળમાં હું સ્વયં મારા દિવ્યરૂપમાં વિરાજમાન છું. મહાલક્ષ્મી સાથે જોડાયેલા જેટલા પણ યંત્ર છે એમનો મૂળ આધાર અષ્ટદળ કમળ જ હોય છે. આની પૂજાથી શ્રીસુક્ત અને કનકધારા સ્ત્રોતના લાખો પાઠ કરવા સમાન ફળ મળે છે. આજે અષ્ટદળ કમળ સાથે જોડાયેવા કેટલાક પ્રયોગો વિશે વાત કરીશું જેને અપનાવીને તમે પણ જીવનને સુખી બનાવી શકો છો.
ક્યાં મુકશો અષ્ટદળ કમળ
બજારમાં અષ્ટદળ કમળ અનેક પ્રકારના મળે છે. તમે જે ધાતુના ઇચ્છો તે ધાતુના લગાવી શકો છો. જો કે સૌથી સારા અષ્ટદળ કમળ સોના, ચાંદી, અષ્ટધાતુ અને સ્ફટીકના મનાય છે. આને તમે ઘર, દુકાન કે વેપારની જગ્યાએ ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ દિશા)માં મુકી શકો છો. આ દેવસ્થાન હોવાથી અહીં અષ્ટદળ કમળ મુકવાથી વઘારે લાભ મળે છે. આમ તો અષ્ટદળ કમળ પોતે લક્ષ્મીનું સ્વરૂપ છે પરંતુ જો તેની પર લક્ષ્મીની મૂર્તી મુકીને પૂજા કરશો તો વધારે લાભદાયક રહેશે.
અષ્ટદળ કમળ લગાવવાના નિયમ
આને તમે તમારા ઘરમાં કોઈપણ રૂપે રાખી શકો છો. ઘરમાં ડેકોરેશન તરીકે અથવા ભગવાનના આસન તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો. કોઈ રચનાત્મક ડિઝાઈનના રૂપમાં ઘરની ઉત્તર, પૂર્વ કે ઉત્તર પૂર્વી દ્વાલ પર લગાવી શકો છો. તે જ્યાં લગાવશો ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેશે. આનાથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે.
અષ્ટદળ કમળ યોગ
અષ્ટદળ કમળ યોગના આઠ અંગોને જીવનમાં ઉતારવામાં મદદરૂપ હોવાથી જ યોગાભ્યાસ કરતા લોકોએ પોતાના અભ્યાસ રૂમમાં અષ્ટદળ કમળનું મોટું પોસ્ટર જરૂર લગાવવું જોઈએ અને એની સામે બેસીને જ યોગ કરવા જોઈએ. અષ્ટદળ કમળની મધ્યમાં ઓમ લખીને એની પર ત્રાટક કરવાથી એકાગ્રતા વધે છે.
વિદ્યાર્થીઓ રોજે અષ્ટદળ કમળનું ધ્યાન ધરે તો તેમની બુદ્ધિ તેજ થશે. અભ્યાસની સાથે જીવનના દરેક ક્ષેત્રમાં સફળ બનશે. જેમને ધન-સંપત્તિ, વૈભવ, ભૌતિક સુખ સુવિધાઓ જોઈએ તેમણે સ્ફટિકના અષ્ટદળ કમળને એક કાંચના વાસણમાં મુકીને ઈશાન કોણમાં મુકવું, તેમાં એક ગુલાબ મુકો. રોજે આ પાણી અને ગુલાબ બદલતા રહો.