ચૈત્ર નવરાત્રિથી આ રાશિઓની ચમકશે કિસ્મત, બની રહ્યો છે દુર્લભ સંયોગ
Chaitra Navratri : સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ સાથે દર વર્ષે ચૈત્ર નવરાત્રિએ હિન્દુ નવું વર્ષ પણ શરુ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી શરુ થઈ રહી છે અને માતાજીના 9 દિવસ 6 એપ્રિલે રામ નવમીના દિવસે સમાપ્ત થશે.
ચૈત્ર નવરાત્રિના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સાથે માતાજીના અનુષ્ઠાન અને પૂજા પાઠ માટે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. આ સાથે ચૈત્ર નવરાત્રિ પર ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે.
હકીકતમાં આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર અમૃતસિદ્ધ યોગ અને સર્વાર્થસિદ્ધ યોગ બનવા જઈ રહ્યા છે. આ બંને યોગ ચૈત્ર નવરાત્રિમાં ખૂબ જ ખાસ બનવાના છે. તો આવો જાણીએ કે ચૈત્ર નવરાત્રિથી કઈ રાશિના લોકો માટે સારા દિવસો શરુ થવાના છે.
મિથુન રાશિઃ
ચૈત્ર નવરાત્રિથી મિથુન રાશિના લોકો માટે સારા દિવસો શરુ થવાના છે. દરેક કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. દેવી દુર્ગાની કૃપાથી આર્થિક લાભ થશે. તમે નવું કાર્ય શરુ કરી શકો છો. નોકરીમાં પણ સફળતા મળી શકે છે.
તુલા રાશિઃ
તુલા રાશિના લોકોને શુભ સંયોગથી ખૂબ લાભ થવાનો છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને સંપત્તિમાં વધારો થશે. સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે.
મકર રાશિઃ
મકર રાશિના લોકો માટે શુભ સંયોગથી ખુશીઓ અને સંપત્તિ પણ લાવશે. વિદેશમાં નોકરી મેળવવાનો માર્ગ પણ સરળ બનશે. સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે. જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.