Get The App

વૃષભ : લવમેરેજ કરતાં પહેલાં થોડાં વિઘ્નો તો આવશે...

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
વૃષભ : લવમેરેજ કરતાં પહેલાં થોડાં વિઘ્નો તો આવશે... 1 - image

- Taurus

- 20 એપ્રિલથી 20 મે

ક્રાંતિવૃત ૩૦થી ૬૦ અંશ સુધીમાં વૃષભ રાશિનો સમાવેશ થાય છે. રાશિ સ્વામી શુક્ર છે. નક્ષત્ર સ્વામી શુક્ર, ચંદ્ર, મંગળ ગણાય. રાશિનું ચિહ્ન બળદ છે. પૃથ્વી તત્ત્વની સ્થિર સ્વભાવની આ ી રાશિ છે. વૃષભ રાશિના જાતકોમાં સહનશીલતા અને જડતાનો સ્વભાવ દેખાય છે. જે કામ પકડે તેને પૂર્ણ કરીને પછી જ તેઓ ઊભા થાય. એમના સ્વભાવમાં જીદ હોય છે. ી રાશિ હોવાથી વૃષભ રાશિના જાતકો લાગણીશીલ પણ ઘણા હોય છે.  વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોવાથી આ જાતક લાગણીશીલ હોય છે, ખાવા-પીવાના શોખીન હોય છે, તાસીર કલાકાર જેવી હોય છે અને હરવાફરવાના શોખીન હોય છે. સ્થિર લગ્ન હોવાથી તેમને ઉત્સાહિત થવામાં વાર લાગે છે, પરંતુ જે બાબતમાં ઉત્સાહ જાગે એના પર પૂરેપૂરી પક્કડ જમાવે. ધાર્યું કામ પૂરું કરીને જ જંપે. કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ જેવાં નક્ષત્રનો વૃષભ રાશિમાં સમાવેશ થાય છે. જેમનો જન્મ કૃતિકા નક્ષત્રમાં થયો હોય તેવા જાતકમાં ઉત્સાહ અને ઉમંગ વધારે દેખાય. રોહિણી નક્ષત્રના જાતક સ્વામી ચંદ્ર છે. તેઓ અતિશય લાગણીશીલ અને કલ્પનાશીલ હોય છે. જેમનો જન્મ મૃગશીર્ષ નક્ષત્રમાં થયો હોય તેઓ જે કામ હાથ પર લે તે આગેવાનીથી પૂરું કરે. ઉંમરમાં નાના હોવા છતાં વડીલપણું બતાવી શકે.

માધુરી દિક્ષીત - ૧૫ મે

અનુષ્કા શર્મા - ૧ મે

શરીર - મન - સ્વાસ્થ્ય

૨૦૨૬માં વૃષભ રાશિના જાતકોને શારીરિક તંદુરસ્તી સમગ્રપણે સારી રહે, પરંતુ વચ્ચે વચ્ચે બીમારી આવવાના યોગ પણ બને છે. જૂન ૨૦૨૬ પછી થોડુંક સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું. લાંબી અને મોટી બીમારી નહીં આવે. બીમારી આવશે તો પણ એમાંથી ઝડપથી બહાર પણ નીકળી શકાશે. અલબત્ત, વૃષભ જાતિના લોકોને માનસિક સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. 

મારું ઘર, મારો પરિવાર 

પારિવારિક સંબંધોને જો વાત કરીએ તો વૃષભ જાતકોના પરિવારમાં સબંધ સારા બનશે કુટુંબમાં સંપ જળવાઈ રહેશે. પરિવારમાં એકબીજા વચ્ચે સમન્વય જળવાઈ રહેશે. પરિવારમાં શુભ આવે તેથી.  પ્રસંગ અને ઉત્સાહનો વાતાવરણ જળવાઈ રહેશે. પરિવારમાં સારી કોઈ વૃદ્ધિ થાય એવા પણ યોગ છે. 

પ્રેમ - લગ્ન - સંતતિ 

જૂનથી ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન લગ્ન માટે ખૂબ સારા યોગો બને છે. પરિવારને સંમતિ સાથે પ્રેમલગ્ન કરનાર જાતકને થોડીક તકલીફનો સામનો કરવો પડે. સંતાનની પ્રાપ્તિ ઇચ્છનાર જાતકને ૨૦૨૬નુ  વર્ષ શુભદાયક નીવડે. ખાસ કરીને જૂન ૨૦૨૬ પછીનો સમય ખૂબ યોગ્ય છે. સંતાન પ્રાપ્તિ માટે આ સમયગાળા દરમિયાન જો પ્રયત્ન કરવામાં આવે તો અચૂક શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે. 

ભણતર અને ગણતર

શનિદેવ સાતમી દ્રષ્ટિથી પંચમ ભાવને દ્રષ્ટિ કરે છે, એટલે વૃષભ જાતકના વિદ્યાર્થીઓએ ભણતરમાં થોડું વધારે ધ્યાન આપવું પડશે. ધાર્યું પરિણામ ન પણ આવે. ઇચ્છિત પરિણામ માટે થોડી રાહ જોવી પડે એવી સંભાવના છે. જાતકોએ ઓવરકોન્ફિડન્સમાં ન રહેવું. મહેનત કરવા પર વધુ ધ્યાન આપવું.  

નોકરી - ધંધો - કરીઅર 

વૃષભ રાશિના નોકરિયાત જાતકોને ૨૦૨૬ સુખદાયી નીવડે એવા યોગ છે. જાતકને નોકરીમાં પ્રમોશન, પગાર-વધારો થઈ શકે છે. આ નવી નોકરીની શરૂઆત કરવા ઈચ્છતા જાતકને પણ સફળતા મળી શકે છે. નોકરીયાત લોકોના કામની કદર થશે. જૂની નોકરી ત્યજીને નવી જોબ કરવા ઇચ્છતા જાતકો જો જાન્યુઆરી ૨૦૨૬થી ૩૧ મે ૨૦૨૬ સુધી પૂરતો પ્રયાસ કરે તો અચૂક સફળતા પ્રાપ્ત થાય. એકંદરે વૃષભ રાશિ માટે ૨૦૨૬ સારું રહેશે. જેઓ બિઝનેસ કરવા ઈચ્છતા હોય તો એમના માટે ઘણો સરસ સમય છે. ધંધામાં વૃદ્ધિ થાય એવા સંજોગ બને છે. રાહુ ગ્રહ અત્યારે દશમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે અને શનિદેવતા લાભસ્થાનમાં છે, જે અચૂક લાભ કરાવશે. કમિશન દલાલી સાથે સંકળાયેલા વ્યવસાયમાં પણ જૂન ૨૦૨૬ પછી સમય સાથ આપશે. 

પૈસા યે પૈસા 

શેરબજાર સાથે સંકળાયેલા જાતકો માટે આ સમય ખૂબ સારો નથી, તેથી જેટલું મળે તેમાંથી સંતોષ માની લેવાનો છે. વારસા અને મિલકતમાં પણ લાભ થાય તેવા યોગ જોવા મળે છે. જૂન ૨૦૨૬ પછી વારસાને મિલકત મેળવવા થોડીક મહેનત કરવી પડે. પરિવાર. પાછળ ખર્ચ થાય એવા ગ્રહો પ્રબળ બને છે. ધંધામાં લાભ થાય એવા યોગ છે. 

વાહન અને જમીન 

નવું વાહન, જમીન કે નવું ઘર ખરીદવાનું વિચારતા જાતકોએ થોડોક સમય રાહ જોવી પડશે. ઈચ્છા મુજબ સમયસર વાત આગળ ન વધે અથવા કામ લંબાઈ જાય એવી શક્યતા છે. ૨૦૨૬ના અંત દરમિયાન પ્રયાસ કરવાથી થોડીક સફળતા મળે. અન્યથા, થોભો અને રાહ જુઓ નીતિ અપનાવી પડે. સફળતા મેળવવા માટે વધુ મહેનત અને વધુ પ્રયત્નો કરવા પડશે. વારસાઈ મિલકત માટે પણ પ્રતીક્ષા કરવી પડશે. ૨૦૨૬ જૂન પછીના સમયગાળામાં સફળતાની શક્યતા વધે. 

નારી તું નારાયણી 

વૃષભ રાશિની લગ્નોત્સુક યુવતીઓ માટે જૂન ૨૦૨૬ પછીનો સમય વધારે સારો છે. ૨૦૨૬માં લગ્નનું આયોજન જો કરવામાં આવે તો વધારે સરળતા અને અનુકૂળતા રહે એવા યોગ છે. જે ીઓ સંતાન પ્રાપ્તિ ઇચ્છતી હોય એમને થોડાક પ્રયત્ન કરવા પડે, થોડીક રાહ જોવી પડે. વિદેશગમન કરવા ઇચ્છતી મહિલાઓ માટે પણ ૨૦૨૬નું વર્ષ શુભ સાબિત થાય. વૃષભ જાતિની ીઓને સાસરી પક્ષ સાથે થોડાક મતભેદ થાય તેવી સંભાવના છે. સ્વાસ્થ્ય નરમગરમ રહેતાં દવાદારૂમાં ખર્ચ થઈ શકે. 

વિશેષ ઉપાય 

ભણતરમાં સમસ્યાઓનો સામનો કરતા આ રાશિના જાતકોએ ૨૦૨૬ દરમિયાન દર બુધવારે મગનું સેવન કરવું જોઈએ. બની શકે તો લીલા રંગનાં કપડાં પહેરવા, બુધવારે ઉપવાસ કરવો. વૃષભ રાશિના ભાગ્યનો ગ્રહ શનિ હોવાથી મજૂર વર્ગને સાચવવો અને બની શકે તો મજૂર વર્ગને દાન પણ કરવું. આ રીતે આપનો શનિ પ્રબળ બનશે અને પ્રગતિ થશે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોવાથી જો દર શુક્રવારે ગાયને ઘાસ ખવડાવવામાં આવે તો પણ તમારા ભાગ્યમાં પ્રગતિ થઈ શકે છે.