Get The App

ફેબ્રુઆરીમાં સિંહ-કુંભ સહિત આ 3 રાશિના જાતકો પર થશે 'ધનવર્ષા'! મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
ફેબ્રુઆરીમાં સિંહ-કુંભ સહિત આ 3 રાશિના જાતકો પર થશે 'ધનવર્ષા'! મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર 1 - image


Surya Nakshatra Parivartan 2026: વૈદિક જ્યોતિષમાં સૂર્ય દેવને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણ સૂર્યને વ્યક્તિની ઉર્જા, આત્મબળ અને જીવનમાં આગળ વધવાની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે પણ સૂર્ય પોતાની રાશિ અથવા નક્ષત્ર પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર લોકોના આત્મવિશ્વાસ અને આર્થિક સ્થિતિ પર જોવા મળે છે. જ્યોતિષ ગણતરી પ્રમાણે 6 ફેબ્રુઆરીના રોજ સૂર્ય દેવ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શ્રવણ નક્ષત્રનો સબંધ મંગળ સાથે માનવામાં આવે છે, જે સાહસ અને પરાક્રમનો કારક છે. આવી સ્થિતિમાં મંગળના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી ત્રણ રાશિના જાતકોને ધન, સંપત્તિ અને સફળતાની સારી તકો મળી શકે છે. તો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર આર્થિક દ્રષ્ટિથી લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન ધન પ્રાપ્તિની નવી તકો સામે આવી શકે છે. જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી મજબૂત થશે. તમારી વાણીમાં પ્રભાવ રહેશે, જેનાથી લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. સમજી-વિચારીને લીધેલા નિર્ણયો તમને આર્થિક લાભ અપાવી શકે છે. પારિવારિક જીવન પણ સુખદ અને સંતુલિત રહેશે. 

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ઘણા સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ અને હિંમત પહેલા કરતાં વધુ મજબૂત બનશે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ધીમે-ધીમે દૂર થતી નજર આવશે, જેનાથી મનને રાહત મળશે. આર્થિક મામલે પણ સ્થિતિ સારી થઈ શકે છે. રોકાણથી લાભ થવાના સંકેત છે. આ સમય દરમિયાન તમે વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી શકો છો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, મુંબઈમાં યોજાઇ શપથવિધિ

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. સૂર્યના પ્રભાવથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજમાં તમારી ઓળખ મજબૂત થઈ શકે છે. નોકરી અથવા બિઝનેસમાં માન-સન્માન મળવાના યોગ છે. વૈવાહિક જીવનમાં મિઠાસ રહેશે અને અપરિણીત લોકો માટે લગ્નની વાતો આગળ વધી શકે છે. આ સમય દરમિયાન તમે ઘર, દુકાન અથવા જમીન જેવી સંપત્તિમાં રોકાણ કરવાનું વિચારી શકો છો. આવક વધશે અને આવકના નવા રસ્તા ખુલી શકે છે.