Grahan 2026: સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ખગોળીય દુનિયાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ છે. ધર્મ અને જ્યોતિષમાં તેને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગ્રહણને અશુભ માનવામાં આવે છે અને આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતું. ગ્રહણ લોકોના જીવન પર અશુભ અસર પણ કરે છે. 2026માં થનારા ગ્રહણો પણ કેટલાક લોકોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભારે કષ્ટ આપી શકે છે. આવી સ્થિતિમાં આ જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
કુંભ રાશિ
17 ફેબ્રુઆરી, 2026ના રોજ કુંભ રાશિમાં લાગવા જઈ રહેલું સૂર્ય ગ્રહણ વલયાકાર સૂર્ય ગ્રહણ હશે. આ સૂર્યગ્રહણ કુંભ રાશિના જાતકોને અશુભ ફળ આપી શકે છે. આ જાતકોના કરિયરમાં મોટો ફેરફાર આવી શકે છે. સંબંધોમાં ગેરસમજણ અંતર ઊભું કરશે. તણાવ વધારશે. ધીરજ રાખો. આ સાથે જ ઉતાવળમાં મોટા નિર્ણયો લેવાનું ટાળો.
કન્યા રાશિ
2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 3 માર્ચના રોજ કન્યા રાશિમાં લાગશે અને તે ભારતમાં દેખાશે. તેથી ગ્રહણનો સૂતક કાળ માન્ય રહેશે. આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે લાગવા જઈ રહ્યું છે. કન્યા રિશાના જાતકોને આ દરમિયાન ખાસ ઈમોશનલ ડિસ્ટર્બન્સ, ધન હાનિ, બીમારી અથવા ઈજાનો સામનો કરવો પડી શકે છે. તેથી સાવધાન રહેવું.
કર્ક રાશિ
12 ઑગષ્ટ 2026ના રોજ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ કર્ક રાશિમાં લાગશે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાશે. તેમ છતાં આ દરમિયાન કર્ક રાશિના જાતકોએ ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. કોઈ સાથે દલીલ ન કરવી, જોખમી ઇન્વેસ્ટમેન્ટ ન કરવું. વાહન સાવચેતી પૂર્વક ચલાવવું.
આ પણ વાંચો: 2020ના દિલ્હી રમખાણ મામલે 'સુપ્રીમ' ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા
મીન રાશિ
2026નું બીજું ચંદ્ર ગ્રહણ 28 ઑગષ્ટ 2026ના રોજ મીન રાશિમાં લાગશે. આ ગ્રહણ ખૂબ જ શક્તિશાળી રહેશે અને મીન રાશિના જાતકો પર નકારાત્મક અસર કરશે. આ જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. ભાવનાત્મક ઉતાર-ચઢાવ રહેશે. નિર્ણય લેવાની સમસ્યા આવશે. તેથી આ સમય દરમિયાન ઉતાવળ ન કરવી. મેડિટેશન કરો.


