Get The App

આવતીકાલે સૂર્યગ્રહણ: સૂતક નહીં લાગે પણ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે! ધનલાભના યોગ

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
આવતીકાલે સૂર્યગ્રહણ: સૂતક નહીં લાગે પણ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે! ધનલાભના યોગ 1 - image

Surya Grahan 2026: આવતીકાલે વર્ષ 2026નું પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ મહાશિવરાત્રિના બરાબર બે દિવસ પછી અને ફાલ્ગુન અમાસના રોજ લાગી રહ્યું છે. હિન્દુ પંચાગ પ્રમાણે આ સમય દરમિયાન સૂર્ય કુંભ રાશિમાં રહેશે. રસપ્રદ વાત એ છે કે, આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાશે, તેથી અહીં સૂતક કાળ નહીં લાગશે. તેમ છતાં જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહણની અસરો તમામ 12 રાશિઓ પર કોઈને કોઈ સ્વરૂપમાં અનુભવાશે. કેટલીક રાશિઓ માટે આ સમય સકારાત્મક ફેરફારો અને નવી તકો લઈને આવી શકે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે આ સૂર્યગ્રહણ વિશેષ રૂપે લાભદાયી રહેશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ કરિયર અને નાણાકીય બાબતોની દૃષ્ટિએ ખૂબ જ અનુકૂળ સાબિત થશે. નોકરી કરતાં જાતકોને આ સમય દરમિયાન નવી જવાબદારીઓ અને પ્રમોશનની તકો મળશે. જે લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા છે તેમને ટૂંક સમયમાં સફળતા મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આવકના નવા સ્ત્રોત ખૂલી શકે છે. જૂના દેવા અથવા નાણાકીય દબાણમાંથી રાહત મળશે, જેનાથી માનસિક શાંતિમાં વધારો થશે. આ સમય રોકાણ કરવા, સંપત્તિ ખરીદવા અથવા વ્યવસાય શરુ કરવા માટે અનુકૂળ રહેશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. બિઝનેસમેન માટે આ સમય નવી પાર્ટનરશિપ, નફામાં વધારો અને બિઝનેસમાં વિસ્તરણના સંકેતો પણ લઈને આવી રહ્યો છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહણ સકારાત્મક ફેરફારો અને તકોથી ભરેલું રહેશે. કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યથી સંતુષ્ટ રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા મોટી તક મળવાથી તમારી પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો કરશે. બિઝનેસમાં નવા કરાર અથવા નફાકારક ડીલ શક્ય છે. વિદેશ સબંધિત કામ અથવા આંતરરાષ્ટ્રીય વેપારમાં નફો થવાના યોગ છે. પેન્ડિંગ પેમેન્ટ પાછું મળે તેવી સ્થિતિ બની રહી છે. આર્થિક મુશ્કેલીઓથી રાહત મળશે. એકંદરે આ સમયગાળો નાણાકીય મજબૂતી, કરિયરમાં સફળતા અને વ્યક્તિગત વિકાસનો સંકેત આપી રહ્યો છે.

આ પણ વાંચો: દુશ્મન શનિની રાશિમાં સૂર્યની એન્ટ્રી, આ રાશિના જાતકોના જીવનમાં એક મહિનો ઉથલપાથલ રહેશે

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ અત્યંત શુભ અને લાભદાયી રહેશે. તમને નોકરીમાં પ્રમોશન, ઇચ્છિત ટ્રાન્સફર અથવા નવી નોકરીની સારી તક મળી શકે છે. તમારા બોસ અને સાથીદારો તમારા કામની પ્રશંસા કરશે, જેનાથી કાર્યસ્થળનો માહોલ અનુકૂળ રહેશે. બિઝનેસમાં પાર્ટનરશિપથી સારા લાભની શક્યતા છે. બિઝનેસના વિસ્તરણની સંભાવના વધી રહી છે. આ સમય દરમિયાન બનાવેલી યોજનાઓ સફળ થશે અને નવી તકો ઉભરી આવશે. વિદેશ સંબંધિત કાર્ય અથવા વિદેશમાં નોકરી કરવાની દિશામાં પણ સફળતા મળવાની પૂરી શક્યતા છે. તમારા માટે આ સમય સંપત્તિમાં વૃદ્ધિ, રોકાણની તકો અને વ્યક્તિગત જીવનમાં સંતુલન લાવનારો સાબિત થશે.