Get The App

આજે 4 કલાક 23 મિનિટ માટે થશે સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિના જાતકો માટે ચિંતાની વાત

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
આજે 4 કલાક 23 મિનિટ માટે થશે સૂર્યગ્રહણ, જાણો કઈ રાશિના જાતકો માટે ચિંતાની વાત 1 - image

Surya Grahan 2025:  જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ ઘટના માનવામાં આવે છે. આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર એટલે કે આજે છે. જોકે, તે ભારતમાં દેખાશે નહીં. હાં, આજે 4 કલાક 23 મિનિટ સુધી સૂર્યગ્રહણ થશે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ ગ્રહણને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ દિવસે સર્વ પિતૃ અમાસનો સંયોગ બની રહ્યો છે. અને તેના બીજા જ દિવસે એટલે કે, 22 સપ્ટેમ્બરના રોજ શારદીય નવરાત્રિનો સંયોગ પણ બની રહ્યો છે. જ્યોતિષીઓના મતે આ ગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે. 

જ્યોતિષીઓના મતે વર્ષના છેલ્લા સૂર્યગ્રહણને ગ્રહોની દૃષ્ટિએ ખૂબ જ અશુભ માનવામાં આવી રહ્યું છે. કારણ કે સૂર્યગ્રહણ પર શનિ-મંગળની અશુભ સ્થિતિથી ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. શનિ હાલમાં મીન રાશિમાં વક્રી સ્થિતિમાં છે અને મંગળ તુલા રાશિમાં બિરાજમાન છે. જેના કારણે શનિ અને મંગળ બંને એક-બીજાથી 150 ડિગ્રીના અંતે બિરાજમાન રહીને ષડાષ્ટક યોગ બનાવશે. તો ચાલો જોઈએ કે જ્યોતિષીઓએ સૂર્યગ્રહણ પર બનવા જઈ રહેલા ષડાષ્ટક યોગથી કઈ રાશિના જાતકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. 

1. વૃષભ રાશિ

સૂર્યગ્રહણના નકારાત્મક પ્રભાવથી વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સાવધાની રાખવાની જરૂર પડશે. ગ્રહણની અસરોથી કાર્યક્ષેત્રમાં અડચણ આવી શકે છે. પૂર્ણ ગણાતા કાર્યોમાં વિલંબ થઈ શકે છે. ધન રોકાણમાં નુકસાન થઈ શકે છે. પારિવારિક જીવનમાં તણાવ પણ વધી શકે છે. આગામી 15 દિવસ સુધી તમારા સ્વાસ્થ્યનું સૌથી વધુ ધ્યાન રાખો.

2. તુલા રાશિ

21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહેલા સૂર્યગ્રહણની અસરથી તુલા રાશિના જાતકોનો આગામી 15 દિવસ સુધી ખર્ચ વધી શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. નાણાકીય અસ્થિરતા ઊભી થઈ શકે છે. નોકરી કે બિઝનેસમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. માનસિક તણાવ ખૂબ પરેશાન કરી શકે છે.

3. મીન રાશિ

સૂર્યગ્રહણના પ્રભાવથી મીન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. કોઈ બાબતને લઈને ડર કે ચિંતા તમને પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્ર પર વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. આ સમય દરમિયાન મોટા નિર્ણયો લેવાનું ટાળો. ધન-સંપત્તિ સાથે સબંધિત મામલે તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

મૂંઝવણની સ્થિતિ રહેશે                                                                                                                                               

21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહેલા સૂર્યગ્રહણની વૃષભ રાશિના જાતકો પર માનસિક અસર ખૂબ જ ઊંડી રહેશે. વૃષભ રાશિના લોકોએ પોતાના નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે. ક્યારેક એક રસ્તો સાચો લાગશે, તો ક્યારેક બીજો રસ્તો સાચો લાગશે. નાની-નાની બાબતોમાં મૂંઝવણ વધી શકે છે. આ સમય ઉતાવળમાં નિર્ણયો લેવા માટે સારો નથી. ખાસ કરીને જ્યારે નોકરી અને બિઝનેસ સાથે સબંધિત કામ સમજી વિચારીને કરો.                                               

ઠગાઈનો શિકાર બની શકો છો

આગામી  સૂર્યગ્રહણ દરમિયાન આર્થિક મામલે સાવચેત રહેવાની જરૂર છે. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે. નાણાકીય વ્યવહારો, લોન અથવા કોઈપણ નવી ડીલમાં ફસાવાથી બચો. ઠગાઈ અથવા છેતરપિંડીનું જોખમ રહેલું છે, તેથી પૈસા સાથે સંબંધિત દરેક પગલું સમજી-વિચારીને ભરો. 

જીવન પર નકારાત્મક અસર પડશે

પરિવારમાં કોઈ બાબતને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ ધીરજ રાખવાથી પરિસ્થિતિ નિયંત્રિત રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખાવા-પીવા પર ધ્યાન આપો. માનસિક તણાવ ટાળવાનો પ્રયાસ કરો. સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખો, નહીંતર ગેરસમજ ઊભી થઈ શકે છે.

સૂર્યગ્રહણનો સમય

ભારતીય સમય પ્રમાણે વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ લાગશે. આ ગ્રહણની શરુઆત આવતીકાલે રાત્રે 11:00 વાગ્યે શરુ થશે અને 22 સપ્ટેમ્બરના રોજ સવારે 3:23 વાગ્યે સમાપ્ત થશે. તેનો સમયગાળો 4 કલાકથી વધુ રહેશે. આ ગ્રહણની પીક ટાઇમિંગ 1:11 વાગ્યે રહેશે.

ક્યાં-ક્યાં દેખાશે આ સૂર્યગ્રહણ

આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તે મુખ્યત્વે દક્ષિણ પેસિફિક મહાસાગર, ન્યુઝીલૅન્ડ, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં દેખાશે. કારણ કે તે ભારતમાંથી દેખાશે નહીં, તેથી સૂતક કાળ અહીં લાગુ નહીં પડશે.