Get The App

54 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ: જાણો કેટલા વાગ્યે થશે સૂર્યગ્રહણ, સૂતક લાગશે કે નહીં?

Updated: Apr 7th, 2024

GS TEAM

Google News
Google News
54 વર્ષ બાદ બની રહ્યો છે આવો સંયોગ: જાણો કેટલા વાગ્યે થશે સૂર્યગ્રહણ, સૂતક લાગશે કે નહીં? 1 - image
Image NASA

Surya Grahan 2024 date and timings : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ આવતી કાલે એટલે કે 8 એપ્રિલના રોજ થવા જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોના દૃષ્ટિકોણથી ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સુર્યગ્રહણ ઘણું મહત્ત્વનું માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષ 2024નું આ પૂર્ણ દુર્લભ સૂર્યગ્રહણ 54 વર્ષ પછી થઈ રહ્યુ છે. ભારતીય સમય પ્રમાણે સૂર્યગ્રહણનો સમય રાત્રે 9:12 મિનિટે શરુ થશે અને રાત્રે 2:22 મિનિટ સુધી રહેશે. 

સુર્યગ્રહણનો સમયગાળો

વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ આવતી કાલે એટલે કે 8 એપ્રિલના રોજ થવા જઈ રહ્યું છે. ભારતીય સમય પ્રમાણે સૂર્યગ્રહણનો સમય રાત્રે 9:12 મિનિટે શરુ થશે અને રાત્રે 2:22 મિનિટ સુધી રહેશેઆ સુર્યગ્રહણનો સમયગાળો 5 કલાક અને 10 મિનિટનો રહેશે. સૂર્યગ્રહણની અસર સમગ્ર ઉત્તર અમેરિકામાં સંપૂર્ણપણે પડશે. આ ગ્રહણની ભારતમાં દેખાવાનું નથી, જેથી તેની ભારત પર કોઈ અસર નહીં પડે. અને સુતક કાળ પણ માનવામાં નહીં આવે. 

આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં

જ્યોતિષોના મતે વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ મીન અને રેવતી નક્ષત્રમાં થવાનું છે. તેમજ આ ગ્રહણની ભારતમાં દેખાવાનું નથી, જેથી તેની ભારત પર કોઈ અસર નહીં પડે. પરંતુ જે શુભ સંયોગમાં ગ્રહણ થઈ રહ્યું છે તેનો પ્રભાવ રાશિઓ પર જરૂર પડશે. તો ચાલો જાણીએ કે, કઈ 5 રાશિઓ પર સૂર્યગ્રહણનો પ્રભાવ પડશે.

સૂર્ય ગ્રહણનો સૂતક કાળ ભારતમાં માન્ય નથી

સૂર્ય ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂર્ય ગ્રહણ ભારતીય સમયાનુસાર 8 એપ્રિલની રાત્રે 09.12 થી શરૂ થશે અને 8-9 એપ્રિલની મધ્યરાત્રિ 02.22 મિનિટ પર પૂર્ણ થશે. રાત્રે લાગવાના કારણે આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. ભારતમાં સૂર્ય ગ્રહણ જોવા ન મળવાના કારણે તેનો સૂતક કાળ પણ માનવામાં નહીં આવે. દરમિયાન સોમવતી અમાસની પૂજા, સ્નાન-દાન, અનુષ્ઠાન પર કોઈ અસર પડશે નહીં. તમામ પૂજા-પાઠ સામાન્ય રીતે કરવામાં આવશે.

54 વર્ષ પછી થઈ રહ્યુ છે સૌથી લાંબુ સૂર્યગ્રહણ

આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણને ખાસ માનવામાં આવે છે. 8 એપ્રિલના રોજ થનારુ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, અને તે ખૂબ જ લાંબુ સૂર્યગ્રહણ માનવામાં આવે છે, જેનો સંયોગ 54 વર્ષ પછી બન્યો છે. જોકે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. જે કેનેડા, ઉત્તર અમેરિકા, મેક્સિકોમાં દેખાશે. આ પૂર્ણ સૂર્યગ્રહણ દક્ષિણ પેસિફિક મહાસાગરથી શરૂ થશે.

શું હોય છે સંપૂર્ણ સૂર્યગ્રહણ

જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે, ત્યારે પૃથ્વીના એક ભાગ સંપૂર્ણ અંધારું થઈ જાય છે, ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાય છે. આ ગ્રહણને કોઈપણ જાતના યંત્ર વગર તમે ખુલ્લી આંખે જોઈ શકો છો.

Tags :