Get The App

સૂર્યગ્રહણ 2022: આંશિક સૂર્ય ગ્રહણ કોને કહેવાય? જાણો ભારતના તમામ રાજ્યોમાં કેટલા વાગ્યે જોઈ શકાશે

Updated: Oct 25th, 2022

GS TEAM

Google News
Google News
સૂર્યગ્રહણ 2022: આંશિક સૂર્ય ગ્રહણ કોને કહેવાય? જાણો ભારતના તમામ રાજ્યોમાં કેટલા વાગ્યે જોઈ શકાશે 1 - image

અમદાવાદ, તા. 25 ઓક્ટોબર 2022, મંગળવાર

સુર્યગ્રહણ 2022: વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આજે 25 ઓક્ટોબર 2022ના રોજ થઈ રહ્યું છે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગીને 29 મિનિટે આઈસલેન્ડમાં શરૂ થશે અને સાંજે 6 વાગીને 20 મિનિટે અરબ સાગરમાં સમાપ્ત થશે. ભારતમાં આ સૂર્યગ્રહણ લગભગ 4 વાગીને 29 મિનિટે શરૂ થશે અને સાંજે 6 વાગીને 9 મનિટે સમાપ્ત થશે. આ વખતે સૂર્યાસ્ત પછી પણ ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ યૂરોપ, નોર્થ ઈસ્ટ આફ્રિકા, પશ્ચિમ એશિયા અને દક્ષિણ એશિયા સહિત વિશ્વના અનેક દેશોમાં દેખાશે. ભારતમાં સૂર્યગ્રહણનો સુતક સમયગાળો આજે સવારે 3 વાગીને 29 મિનિટથી શરૂ થઈ ગયો છે અને તે સાંજે 6 વાગીને 9 મિનિટે સમાપ્ત થશે. 

આંશિક સૂર્યગ્રહશું શું છે?

સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે. જોકે 25 ઓક્ટોબર એટલે કે આજે થનારૂ સૂર્યગ્રહણ આંશિક હશે. આનો અર્થ છે કે ચંદ્ર આંશિક રીતે સૂર્ય પર ઘેરો પડછાયો પાડશે. ભારતમાં સૂર્યગ્રહણ સૂર્યાસ્તના સમયે સમાપ્ત થશે. નિષ્ણાતોના મતે સૂર્યગ્રહણને નરી આંખે ન જોવું જોઈએ. તેનાથી આંખોને નુકસાન થાય છે. ભારતમાં લગભગ 40-50 ટકા સૂર્ય ચંદ્રથી ઢંકાયેલો હશે, જે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં દેખાશે. 

આ સૂર્યગ્રહણ શા માટે ખાસ છે?

આ સૂર્યગ્રહણ ખાસ છે કારણ કે ગ્રહણમાં સૂર્ય, ચંદ્ર, શુક્ર, કેતુનો સંયોગ તુલા રાશિમાં થશે. આ સંયોગ પર શનિની દ્રષ્ટિ પણ રહેશે. સૂર્ય, કેતુ, શનિના પ્રભાવને કારણે અકસ્માત થવાની સંભાવના રહેશે. આગામી 1 મહિના સુધી રાજકીય ગરમાવો આવી શકે છે. મેષ, તુલા રાશિ સૂર્ય ગ્રહણનો પ્રભાવ યુદ્ધ અને વિસ્ફોટનો સંકેત આપી રહ્યો છે. 

તમારે શહેરમાં કેટલા વાગ્યે દેખાશે સુર્ય ગ્રહણ

દિલ્હીઃ 4:51 PMથી 5:42 PM સુધી

કોલકાતાઃ 4:51 PMથી  5:04 PM સુધી

મુંબઈઃ 4:49 PMથી 6:09 PM સુધી

ચેન્નાઈઃ 5:13 PMથી 5:45 PM સુધી

પટનાઃ 4:42 PM થી 5:14 PM સુધી

જયપુરઃ 4:31 PMથી 5:50 સુધી

લખનૌઃ 4:36 PM થી 5:20 PM સુધી 

હૈદરાબાદઃ 4:58 PM થી 5:48 PM સુધી

બેંગ્લોરઃ 5:12 PM થી 5:56 PM સુધી

અમદાવાદઃ 4:38 PM થી 6:06 PM સુધી

પુનાઃ 4:51 PM થી 6:06 PM સુધી

નાગપુરઃ 4:49 PM થી 5:42 PM સુધી

ભોપાલઃ 4:42 PM થી 5:47 PM સુધી

ચંડીગઢઃ 4:23 PM થી 5:41 PM સુધી