Get The App

સૂર્યનું વૃશ્ચિક રાશિમાં થશે ગોચર, આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી ઊઠશે

Updated: Nov 8th, 2024

GS TEAM

Google News
Google News
સૂર્યનું વૃશ્ચિક રાશિમાં થશે ગોચર, આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી ઊઠશે 1 - image


Surya Gochar 2024 : સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે. નવ ગ્રહોમાં સૂર્યને સૌથી મોટો માનવામાં આવે છે. અને હાલમાં સુર્ય રાશિ પરિવર્તન કરવા જઈ રહી છે. સૂર્ય 16મી નવેમ્બરે સવારે 7.16 કલાકે વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. કુંડળીમાં સૂર્ય મજબૂત હોવાથી ઉચ્ચ પદ અને સન્માનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો અને તુલા રાશિમાં નીચનો માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આગામી 1 મહિનામાં સૂર્યના આ ગોચરથી કઈ કઈ રાશિઓને લાભ થશે.

વૃષભ રાશિ

સૂર્યનું ગોચર વૃષભ રાશિના લોકો માટે સાતમા ભાવમાં થઈ રહ્યું છે. પરિવારનો સહયોગ મળી રહેશે. કાર્યસ્થળની બધી સમસ્યાઓનો અંત આવશે. સંબંધોમાં આવતી સમસ્યાઓનો અંત આવશે. વૃષભ રાશિના લોકો કોઈ નવા કામની શરુઆત કરી શકે છે. 

આ પણ વાંચો : અયોધ્યા જતા ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો ગમખ્વાર અકસ્માત, 3નાં મોત, 50થી વધુ ઈજાગ્રસ્ત

કર્ક રાશિ 

સૂર્યનું ગોચર કર્ક રાશિના લોકો માટે સૂર્ય પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. નોકરીમાં તમને નવી નવી તકો મળશે. દરેક કાર્યમાં શાનદાર પ્રદર્શન કરી શકશો. ચારેય બાજુથી પૈસા આવતાં તમે આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

વૃશ્ચિક રાશિ

સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે લગ્ન ભાવમાં થવાનો છે. આ સમયે જીવનમાં ખુશીઓ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોને મોટો ફાયદો થશે. તમને પૈસા કમાવવામાં પણ સફળતા મળશે અને પૈસાની બચત પણ કરી શકશો.

મકર રાશિ 

સૂર્યનું ગોચર મકર રાશિના લોકોના અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યું છે. આ સમયે તમે કોઈપણ ક્ષેત્રે રોકાણ કરી શકો છો. આવકના નવા માર્ગો ખુલશે. તમને અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે. 

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે સૂર્ય દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. નવા લોકો સાથે મળવાનું થાય. આ જાતકોને નોકરીમાં પણ પ્રમોશન મળી શકે છે. આ સાથે સહકર્મીઓનો સહયોગ પણ મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.


Tags :