સૂર્યગ્રહણ પહેલા થશે સૂર્યનું ગોચર, આ રાશિના જાતકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર!
Surya Gochar 2025: 21 સપ્ટેમ્બરના રોજ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. અને તેના બરાબર 4 દિવસ પહેલા 17 સપ્ટેમ્બરે સૂર્યનું ગોચર થશે. સૂર્યનું આ ગોચર કન્યા રાશિમાં રાત્રે લગભગ 1.30 વાગ્યે થશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, સૂર્ય દેવને બધા ગ્રહોના પિતા માનવામાં આવે છે. આ સાથે જ સૂર્યનું ગોચર તમામ રાશિ પરિવર્તનોમાં ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનો પ્રભાવ માનવ જીવન તેમજ દેશ અને વિશ્વ પર પડે છે. ચાલો જાણીએ કે 17 સપ્ટેમ્બરે સૂર્યનું કન્યા રાશિમાં ગોચર કઈ રાશિઓ માટે અશુભ રહેશે.
વૃષભ રાશિ
સૂર્યનું ગોચર વૃષભ રાશિના પાંચમા ભાવમાં થશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ તાલમેલ નહીં બનશે. સારી તક હાથમાંથી નીકળી જશે. આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
કર્ક રાશિ
સૂર્યનું ગોચર કર્ક રાશિના ત્રીજા ભાવમાં થશે. કામમાં અવરોધો આવશે. મનમાં સ્પર્ધાની ભાવના ઉત્પન્ન થઈ શકે છે. પાર્ટનર સાથેના સંબંધોમાં ખટાશ આવશે.
કન્યા રાશિ
સૂર્યનું ગોચર કન્યા રાશિના પ્રથમ ભાવમાં થશે. કરિયરમાં કામનું દબાણ રહેશે. બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે. સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે.
આ પણ વાંચો: નેપાળમાં વચગાળાના નવા પીએમ પણ મુશ્કેલીમાં, તેમના નિવાસ સામે દેખાવકારોના ધરણાં
મકર રાશિ
સૂર્યનું ગોચર મકર રાશિના નવમાં ભાવમાં થવા જઈ રહ્યું છે. પરિવારમાં મતભેદો અને તણાવ આવી શકે છે. આવક પર અસર પડી શકે છે. કૌટુંબિક વિવાદો પણ વધી શકે છે.