Sun Transit Uttarashada: જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોના અધિપતિ માનવામાં આવ્યા છે. તે આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય, પ્રતિષ્ઠા અને નેતૃત્વ ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. 11 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 8:42 વાગ્યે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ દરમિયાન સૂર્ય ધન રાશિમાં જ સ્થિત રહેશે, કારણ કે, ઉત્તરાષાઢા નક્ષત્રનો વિસ્તાર ધન રાશિના છેલ્લા તબક્કાથી મકર રાશિ સુધી હોય છે. ખાસ વાત એ છે કે, આ નક્ષત્રનો સ્વામી સ્વયં સૂર્ય છે. ઉત્તરાષાઢા નક્ષત્રને વિજય, સ્થિરતા, સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની શક્તિ અનેકગણી વધી જાય છે, જેના કારણે કેટલીક રાશિના જાતકોના જીવનમાં ભાગ્ય, કરિયર અને સ્વાસ્થ્ય સંબંધિત સકારાત્મક પરિવર્તન જોવા મળે છે. ચાલો જાણીએ કે, કઈ રાશિના જાતકો માટે આ સૂર્ય ગોચર વિશેષ લાભ લઈને આવશે.
મેષ રાશિ
મેષ રાશિના સ્વામી મંગળ છે, જેને સૂર્યનો મિત્ર ગ્રહ માનવામાં આવે છે. ઉત્તરાષાઢા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશથી તમારી અંદર ઉત્સાહ, આત્મવિશ્વાસ અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે. આ ગોચર તમારા ભાગ્ય ભાવને સક્રિય કરશે, જેનાથી ભાગ્ય સાથ મળશે. લાંબી યાત્રાઓના યોગ બનશે અને અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમારા વ્યાવસાયિક જીવનમાં નવી દિશા અથવા મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક મામલે સ્થિતિ મજબૂત થશે અને રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવાર અને વ્યક્તિગત સંબંધોમાં સંતુલન જળવાઈ રહેશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. એકંદરે આ સમય આગળ વધવાનો અને સકારાત્મક પરિવર્તનનો સંકેત આપે છે.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સ્વયં સૂર્ય છે, તેથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ તમારા માટે ખૂબ જ શુભ માનવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ ચરમ પર રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતા દરેકનું ધ્યાન આકર્ષિત કરશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના પ્રબળ યોગ બનશે. તમને પ્રમોશન, નવી જવાબદારીઓ અથવા કોઈ મોટો પ્રોજેક્ટની તક મળી શકે છે. આર્થિક દ્રષ્ટિથી પણ આ સમય અનુકૂળ રહેશે અને રોકાણથી લાભ શક્ય છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ ધરાવી શકો છો. પારિવારિક જીવન સુખદ રહેશે, અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ સમય સિદ્ધિઓ અને સન્માનથી ભરપૂર રહેશે.
ધન રાશિ
સૂર્ય પહેલાથી જ તમારી રાશિમાં બિરાજમાન છે અને ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશથી તમારા માટે સૌભાગ્યના દ્વાર ખુલશે. ગુરુના પ્રભાવ વાળી આ રાશિમાં સૂર્યનું આ ગોચર વૈચારિક, આધ્યાત્મિક અને વ્યાવસાયિક સફળતા અપાવનારું રહેશે. કરિયરમાં પ્રગતિ અને ધન લાભના સંકેત છે. રોકાણથી સારું રિટર્ન મળી શકે છે.
મકર રાશિ
ઉત્તરાષાઢા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ મકર રાશિના જાતકોને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ આપશે. આ સમય શિસ્ત અને સતત મહેનતનું પરિણામ સામે લાવનારો રહેશે. કરિયરમાં સ્થિરતા આવશે અને પ્રમોશન અથવા જવાબદારીઓમાં વૃદ્ધિના યોગ બની શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ભવિષ્યની યોજનાઓને લઈને સ્પષ્ટતા મળશે. સંબંધોમાં સમજણ અને પરિપક્વતા વધશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
આ પણ વાંચો: 'મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી...', રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન?
કુંભ રાશિ
ઉત્તરાષાઢા નક્ષત્રમાં સૂર્યનું ગોચર કુંભ રાશિના જાતકો માટે અચાનક લાભની તક લઈને આવશે. આ ગોચરનો પ્રભાવ તમારા લાભ ભાવ પર પડશે, જેનાથી સામાજિક ઓળખ અને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કરિયરમાં નવા સંપર્ક બનશે અને નેટવર્કિંગથી ફાયદો મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલવાની શક્યતા છે. સબંધોમાં ચાલી રહેલી મૂંઝવણો દૂર થશે.


