Get The App

ઈબાદત, નેકી અને પશ્ચાતાપનો પવિત્ર માસ રમજાનનો આજથી પ્રારંભ

- આ દિવસે રાખવામાં આવશે રોજા

Updated: May 16th, 2018

GS TEAM


Google News
Google News
ઈબાદત, નેકી અને પશ્ચાતાપનો પવિત્ર માસ રમજાનનો આજથી પ્રારંભ 1 - image

અમદાવાદ, તા. 16 મે 2018 બુધવાર

મુસ્લિમ સમુદાયનો પવિત્ર મહીનો રમઝાન શરૂ થઈ ગયો છે. મુસ્લિમ ઘર્મ ગુરુઓના અનુસાર, બુધવારે ચાંદ દેખાય તો ગુરુવારે પહેલો રોજા રાખવામાં આવી શકે છે અને ગુરુવારે ચાંદ દેખાય તો રમજાનનો પહેલો રોજો 18 મે થી શરૂ થશે.

રમજાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારમાં ખરીદારી જોવા મળી રહી છે. લોકો રોજા ઈફ્તારી અને સહરી માટે ખરીદારી કરી રહ્યા છે.

ગઈ વખતની જેમ આ વખતે પણ પહેલો રોજો 15 કલાક 11 મિનિટ અને છેલ્લો રોજો 15 કલાક અને 35 મિનિટનો હશે. પહેલા રોજામાં સવારે 3.33 વાગે સહકી અને સાંજે 6.44 વાગે ઈફ્તારી કરવામાં આવશે. છેલ્લા રોજામાં સવારે 3.22 વાગે સહરી અને સાંજે 6.57 વાગે ઈફ્તારી કરવામાં આવશે.

આ મહિનામાં ભગવાને આપેલી દરેક ભેટ માટે અલ્લાહનો આભાર માનવામાં આવે છે. મહીના પછી પહેલી તારીખે ઈદ ઉલ ફિતર મનાવામાં આવશે. આ મહિનામાં દાન પુણ્યનું કાર્યનું મહત્વ વધારે હોય છે. એટલા માટે આ મહિનાને નેકિયા અને ઈબાદતનો મહિનો કહેવામાં આવે છે.

Tags :