કુંવારા નહીં પણ વિવાહિત હતા હનુમાનજી બન્યા હતા એક પુત્રના પિતા
- આ મંદિરમાં પત્ની સાથે થાય છે પૂજા
અમદાવાદ, તા. 18 જુલાઈ 2018 બુધવાર
હનુમાનજીને બાલ બ્રહ્મચારી માનવામાં આવે છે. આ વાત સમગ્રરીતે સત્ય છે પરંતુ એવુ નથી કે હનુમાનજી અવિવાહિત હતા.
હનુમાનજીના રીત-રિવાજ અને મંત્રો સાથે લગ્ન થયા હતા અને તેમને એક પુત્ર પણ છે, પરંતુ વિવાહ અને પુત્ર પ્રાપ્તિ વચ્ચે કોઈ સંબંધ નથી એટલા માટે વિવાહિત અને પિતા બન્યા પછી હનુમાનજી બ્રહ્મચારી બની ગયા.
એવી માન્યતા છે કે હનુમાનજી જ્યારે પોતાના ગુરુ સૂર્ય દેવ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા હતા. ત્યારે બધી શિક્ષા લીધી તેના પછી એક છેલ્લી શિક્ષા બાકી હતી પરંતુ આ શિક્ષા અવિવાહિત વ્યક્તિને નથી આપવામાં આવતી. માત્ર વિવાહિત લોકો આ શિક્ષા પ્રાપ્ત કરી શકતા હતા. તેવામાં આજીવન બ્રહ્મચારી રહેવાનું વચન લઈ ચૂકેલા હનુમાનજી માટે દુવિધાની સ્થિતિ ઉભી થઈ હતી.
શિષ્યને દુવિધામાં જોઈને સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે તુ મારી પુત્રી સૂવર્ચલા સાથે લગ્ન કરી લે. તેના પછી રીત-રિવાજ અને વૈદિક મંત્રોની સાથે હનુમાનજીના વિવાહ સંપન્ન થયા.
પરાશિત સંહિતાના અનુસાર, હનુમાનજી આજીવન બ્રહ્મચારી રહેવાનું વચન લઈ ચૂક્યા હતા અને બીજી તરફ તેમની પત્ની સુવર્ચલા તપસ્વિની હતી.
તેવામાં હનુમાનજીની પત્ની વિવાહ પછી પાછી તપસ્યા માટે જતી રહી. હનુમાનજીના વિવાહની શરત પૂરી કરી લીધી પરંતુ ગૃહસ્થ જીવનમાં ન રહ્યા અને આગળની શિક્ષા પૂરી કરી.
આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લામાં હનુમાનજીનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્નીની પણ મૂર્તિ બનાવામાં આવી છે એટલે કે અહીં હનુમાનજી પોતાની પત્ની સાથે ભક્તોને દર્શન આપે છે.
આ મંદિર હનુમાનજીના વિવાહ માટે એકમાત્ર પુરાવો છે તેવું માનવામાં આવે છે. માન્યતા છે કે, હનુમાનજીના આ મંદિરમાં આવીને જે દંપતી હનુમાન અને તેમની પત્નીના દર્શન કરે છે તેમના લગ્નજીવનની તમામ સમસ્યા દૂર થઈ જાય છે.
હવે એવો પ્રશ્ન ઉભો થયો છે કે જ્યારે હનુમાનજી પોતાની પત્નીને ક્યારેય મળ્યા જ નહતા. તો તેઓ પિતા કેવી રીતે બન્યા. આ સવાલનો જવાબ વાલ્મીકિ રામાયણમાં છે.
જે અનુસાર હનુમાનજી જ્યારે લંકા દહન કરી રહ્યા હતા ત્યારે લંકા નગરીમાંથી આવતી જ્વાળાની તેજ આંચથી હનુમાનજીને પરસેવો થવા લાગ્યો.
પૂંછમાં લાગેલી આગને ઓલવવા માટે હનુમાનજી સમુદ્રમાં પહોંચ્યા ત્યારે તેમના શરીરથી ટપકતા પરસેવાની બૂંદને એક માછલીએ પોતાના મોઢામાં લઈ લીધી. તેનાથી માછલી ગર્ભવતી બની ગઈ અને વાનરના રૂપમાં મનુષ્યનો જન્મ થયો. જેના પછી રાવણના ભાઈ અહિરાવણે પાતાળ લોકોમાં તેને દ્વારપાળ બનાવી દીધો.