Get The App

Nautapa 2022 : આજથી નૌતપા શરૂ, 25 મે થી 8 જૂન સુધી પડશે આકરી ગરમી

- સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતા નૌતપા શરૂ થઈ જાય છે

Updated: May 25th, 2022

GS TEAM

Google News
Google News
Nautapa 2022 : આજથી નૌતપા શરૂ, 25 મે થી 8 જૂન સુધી પડશે આકરી ગરમી 1 - image


અમદાવાદ, તા. 25 મે 2022 બુધવાર

25 મે એટલે કે આજે જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિ છે. આ તિથિમાંથી જ નૌતપાની શરૂઆત થાય છે. નૌતપામાં 9 દિવસ સુધી સૂર્યની ગરમી વધી જાય છે. આ દરમિયાન તાપમાન વધવાથી ગરમી, આંધી, તોફાન આવવાની સંભાવના પણ વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતા નૌતપા શરૂ થઈ જાય છે. સૂર્ય દેવ રોહિણી નક્ષત્રમાં 25 મે થી લઈને 8 જૂન 2022 સુધી રહેશે પરંતુ શરૂઆતના 9 દિવસોમાં જ સૌથી વધારે ગરમી રહે છે.

સૂર્યનુ રોહિણ નક્ષત્રમાં જવાનો સમય

સૂર્ય 25 મે 2022એ સવારે 8 વાગીને 16 મિનિટે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ નક્ષત્રમાં સૂર્ય 8 જૂન 2022એ સવારે 6 વાગીને 40 મિનિટ સુધી રહેશે. જે બાદ નૌતપા સમાપ્ત થઈ જશે. 

નૌતપામાં આ કાર્ય કરવાથી બચવુ

- નૌતપા દરમિયાન તોફાન, આંધી આવવાની આશંકા ઘણી વધી જાય છે એવામાં આ દરમિયાન લગ્ન, મુંડન અને બાકી માંગલિક કાર્યોને કરવાથી બચવુ જોઈએ. 

- નૌતપામાં સૂર્યની ગરમીથી સમગ્ર ધરતી તપે છે. આ દરમિયાન દિવસના સમયે મુસાફરી કરવાથી બચવુ જોઈએ. એવુ ના કરવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

- આ દરમિયાન વધારે મરચુ, મસાલા અને તેલ વાળી વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ નહીં

- નૌતપામાં માંસ, મદિરાનુ સેવન કરવાથી બચવુ જોઈએ. આનાથી આપનુ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. 

- આ મહિને ખાસકરીને રીંગણ ખાવા જોઈએ નહીં. આ સિવાય આ દરમિયાન દિવસે સૂવુ ના જોઈએ. 

નૌતપા દરમિયાન શુ કરવુ

- નૌતપા દરમિયાન હળવુ ભોજન કરવુ જોઈએ જે સરળતાથી પચી જાય.

- આ દરમિયાન પાણી ખૂબ પીવુ જોઈએ જેથી શરીરમાં પાણીની ઉણપ ઉભી ના થાય.

- નૌતપામાં પક્ષીઓ માટે કોઈ માટીના વાસણમાં પાણી ભરીને રાખવુ જોઈએ. આવુ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

- આ દરમિયાન રાહદારીઓને પાણી પીવડાવવુ જોઈએ, આનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે.

- શિવલિંગ પર જળ અર્પણ કરવુ નૌતપામાં શુભ માનવામાં આવે છે.

- આ મહિને ભગવાન હનુમાનની પૂજાનુ વિશેષ મહત્વ હોય છે માનવામાં આવે છે કે જેઠ મહિનામાં જ હનુમાન જી ની મુલાકાત ભગવાન શ્રીરામ સાથે થઈ હતી.

નૌતપા વિશે શું માન્યતા છે?

જો આ નવ દિવસમાં વરસાદ નહીં પડે અને ઠંડો પવન ન આવે તો આગામી દિવસોમાં સારો વરસાદ પડશે તેવું માનવામાં આવે છે. આ દરમિયાન સૂર્યની ગરમી અને રોહિણીના જળ તત્વને કારણે ચોમાસું ગર્ભમાં પ્રવેશે છે અને નૌતપાને ચોમાસાનો ગર્ભકાળ માનવામાં આવે છે. સૂર્ય 12 રાશિઓ અને 27 નક્ષત્રોમાં ભ્રમણ કરે છે. સૂર્ય કુંડળીમાં જે પણ ગ્રહ સાથે બેસે છે તેની અસરનો નાશ કરે છે.

નૌતપામાં આ વસ્તુઓનું દાન કરવાથી મળશે પુણ્ય 

નૌતપામાં સવારની પૂજા કર્યા બાદ વ્યક્તિ સત્તુ, ઘડા, પંખો અથવા છત્રીનું દાન પણ કરી શકે છે જે સૂર્યથી રાહત આપે છે. આ સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને ઠંડી વસ્તુઓનું દાન કરવાથી બ્રહ્મા પ્રસન્ન થાય છે. જો તમે ઈચ્છો તો શરીરને ઠંડક આપનારી વસ્તુઓનું દાન પણ કરી શકો છો જેમ કે દહીં, નારિયેળ પાણી કે તરબૂચ. નૌતપામાં લોટમાંથી મૂર્તિ બનાવીને ભગવાન બ્રહ્માની પૂજા કરવાથી પણ લાભ થાય છે.

Tags :