Get The App

ચેતજો! આ વર્ષે સોમવતી અમાસે વિશેષ સંયોગ, આ ભૂલો કરી તો મળશે નકારાત્મક ફળ

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
ચેતજો! આ વર્ષે સોમવતી અમાસે વિશેષ સંયોગ, આ ભૂલો કરી તો મળશે નકારાત્મક ફળ 1 - image

Somvati Amavasya 2026: 15 જૂન 2026, સોમવારના રોજ જ્યેષ્ઠ અધિક માસની અમાસ છે. આ જ દિવસે મલમાસ (પુરુષોત્તમ માસ અથવા અધિક માસ) પણ પૂર્ણ થશે અને એક મહિનાથી લગ્ન જેવા માંગલિક કાર્યો પર લાગેલો પ્રતિબંધ હટી જશે. ત્યારબાદ ફરી એકવાર મૂળ જેઠ મહિનો શરૂ થશે. જૂન મહિનાની અમાસ ખૂબ જ ખાસ છે કારણ કે તે અધિક માસની અમાસ છે અને 3 વર્ષ પછી આવી છે. આ સાથે જ આ અમાસ સોમવારે આવી રહી છે અને વર્ષ 2026ની પ્રથમ સોમવતી અમાસ છે. આ દિવસે કેટલાક અશુભ કાર્યો કરવાથી બચવું જોઈએ. 

અમાસ એ પિતૃઓને સમર્પિત તિથિ છે અને આ દિવસે સ્નાન-દાન, તર્પણ વગેરે જેવા પિતૃ કર્મ કરવામાં આવે છે. આ સાથે જ કેટલાક નિયમોનું પાલન પણ કરવામાં આવે છે, પરંતુ આ જેઠ અધિક અમાસ વર્ષની અન્ય અમાસ કરતાં ઘણી રીતે ખાસ છે.

કેમ ખાસ છે સોમવતી અમાસ?

1. આ અધિક માસની અમાસ છે જે દર ૩ વર્ષે આવે છે અને તેને વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

2. હિંદુ ધર્મમાં સોમવતી અમાસને વિશેષ માનવામાં આવે છે અને આ વર્ષ 2026ની પ્રથમ સોમવતી અમાવસ્યા છે. ત્યારબાદ સીધી નવેમ્બરમાં દિવાળીના અવસર પર સોમવતી અમાસ (કાર્તિક અમાવસ્યા)નો સંયોગ બનશે.

3. 15મી જૂનની અમાસના રોજ જ મલમાસ સમાપ્ત થશે અને ફરી એકવાર શુભ-માંગલિક કાર્યો શરૂ થશે.

સોમવતી અમાસ પર આ કામ ન કરવા

આ અમાસ ખૂબ જ ખાસ છે તેથી એવું કોઈ કામ  ન કરવું, જેનું અશુભ ફળ મળે અથવા પિતૃ નારાજ થાય.

- સોમવતી અમાસના દિવસે ભૂલથી પણ વાળ કે નખ ન કાપવા.

- આ દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી, નહીંતર પિતૃ નારાજ થઈ જશે. અમાસના દિવસે પિતૃઓ માટે તર્પણ, દાન-પુણ્ય કરો અને સાદગીથી દિવસ પસાર કરો.

- તામસિક વસ્તુઓનું સેવન ન કરો, નહીંતર પિતૃ નારાજ થઈ શકે છે.

- અમાસના દિવસે પીપળના ઝાડના પાન ન તોડવા કે ઝાડને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું.

આ પણ વાંચો: પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર

- અમાસના દિવસે ગરીબો અને બ્રાહ્મણોને દાન કરો, પરંતુ ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ નિયમો પ્રમાણે જ દાન કરો. એટલે કે અનાજ, કપડાં, પૈસા વગેરેનું દાન કરો, ફાટેલા કપડાં, પ્લાસ્ટિકના વાસણો, બગડેલું અનાજ કે ભોજન દાન કરવાની ભૂલ ન કરો.