Get The App

સૌર નવવર્ષની શરૂઆત થતાં ત્રણ રાશિના જાતકોને માથે ટેન્શન અપાર, ગ્રહોના રાજા સૂર્યએ કર્યું ગોચર

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
સૌર નવવર્ષની શરૂઆત થતાં ત્રણ રાશિના જાતકોને માથે ટેન્શન અપાર, ગ્રહોના રાજા સૂર્યએ કર્યું ગોચર 1 - image
ફાઈલ તસવીર

Solar New Year 2026: ગ્રહોના રાજા સૂર્યએ આજે મંગળવારે મેષ રાશિમાં ગોચર કર્યું છે. આ રાશિમાં સૂર્ય 15 મે સુધી રહેવાના છે. અહીં સૂર્ય ઉચ્ચકોટીના માનવામાં આવે છે. સૂર્ય જ્યારે મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મેષ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે બૈસાખીનો તહેવાર (વસંત લણણીનો તહેવાર) પણ ઉજવવામાં આવે છે. આ દિવસથી સોલર ન્યૂ યર એટલે કે સૌર નવવર્ષની શરૂઆત પણ થાય છે. આ સૌર નવવર્ષ આજે 14 એપ્રિલ 2026થી લઈને 13 એપ્રિલ 2027 સુધી રહેવાનું છે. જ્યોતિષીઓના મતે આ સૌર નવવર્ષમાં કેટલીક રાશિઓને લાભ થશે તો કેટલાકના જીવનમાં મોટા ઉતાર-ચઢાવ આવવાની શક્યતા છે. 

વૃષભ રાશિ

આ સૌર નવવર્ષમાં વૃષભ રાશિના જાતકોના ખર્ચ વધવાની આશંકા છે. આવકમાં પણ ઘટાડો થઈ શકે છે. ધનની કમી તમને આખું વર્ષ પરેશાન કરી શકે છે. ભાવનાત્મક રીતે પણ મોટા ઉતાર-ચઢાવની સ્થિતિ બની શકે છે. મતિભ્રમ અને ભટકાવથી પરેશાન રહેશો. નિર્ણય લેવામાં તમને મુશ્કેલી પડશે. આ દરમિયાન અજાણ્યા લોકો પર આંખ બંધ કરીને ભરોસો કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો ઉપાયની વાત કરીએ તો દરરોજ તાંબાના લોટામાં જળ ભરીને સૂર્યને અર્ધ્ય આપો અને ગાયત્રી મંત્રનો જાપ કરો.

કન્યા રાશિ

આ સૌર નવવર્ષ કન્યા રાશિના જાતકો માટે પણ નવી પડકારો અને સંઘર્ષ લાવી શકે છે. જરૂરી કાર્યોમાં વિલંબ થશે. મોટી મુશ્કેલીથી તમારા કામ પૂરા થશે. સરકારી કાર્યોમાં અવરોધ આવશે. જો સાવધાનીથી કામ લેવામાં આવે તો કરિયરના મોરચે આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે. આ વર્ષે નવી જોબ, નવો વેપાર કે કોઈ નવું સાહસ શરૂ કરવાનું ટાળો. આ વર્ષે તમારે ખૂબ વિચારીને નિર્ણય લેવા પડશે. જો ઉપાય પર નજર કરીએ તો વર્ષના દરેક રવિવારે 108 વાર 'ૐ ઘૃણિ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરો.

આ પણ વાંચો: VIDEO: 'વીડિયો ડિલીટ કરી દે...', યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ

મીન રાશિ

ધન, સ્વાસ્થ્ય અને અંગત જીવનમાં કેટલીક ચિંતાઓ થઈ શકે છે. રૂપિયા-પૈસા કમાવવા માટે તમારે ખૂબ જ વધારે પ્રયત્નો કરવા પડશે. રૂપિયા બચાવવા કે ભેગા કરવા પણ તમારા માટે થોડા મુશ્કેલ હોઈ શકે છે. પૈસાની બચત પર ધ્યાન આપવું પડશે. ખર્ચ, ઉધાર, લેણ-દેણ વગેરેમાં ખૂબ સાવધાનીથી કામ કરવું પડશે. તમે છેતરપિંડીનો શિકાર પણ બની શકો છો. પારિવારિક જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સ્થિતિ કષ્ટદાયક હોઈ શકે છે. સાવધાની રાખવી પડશે. ઉપાય જોઈએ તો અઠવાડિયામાં એકવાર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો અને રોજ સવારે ગાયને રોટલી ખવડાવો.