Agni Panchak: શિવરાત્રિ બાદ અમાસના દિવસે સૂર્યગ્રહણ થયું અને હવે તેના બરાબર 15 દિવસ પછી હોલિકા દહનના અવસર પર ચંદ્રગ્રહણ લાગશે. આનો અર્થ એ કે એક જ મહિનામાં બે-બે ગ્રહણ થઈ રહ્યા છે. આ ઉપરાંત 17 ફેબ્રુઆરીથી અગ્નિ પંચકની શરૂઆત થઈ ચૂકી છે, જે અશુભ માનવામાં આવે છે. અગ્નિ પંચક સમાપ્ત થતાંની સાથે જ હોળાષ્ટક શરૂ થઈ જશે. હોળી પહેલાના આ આઠ દિવસ શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે.
આમ શિવરાત્રિ પછીના 15 દિવસ શુભ નથી અને આ સમય દરમિયાન ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આવી સ્થિતિમાં વધુ નહીં પણ કમસે કમ ચાર બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તેનાથી ઘણું રક્ષણ થઈ શકે છે.
શું છે અગ્નિ પંચક?
તમને જણાવી દઈએ કે, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે ચંદ્ર ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રોમાં ગોચર કરે છે, ત્યારે તે સમયગાળાને પંચક કહેવામાં આવે છે. પંચક પાંચ દિવસ સુધી ચાલે છે. અગ્નિ પંચક ખતરનાક અને અશુભ એટલા માટે હોય છે કારણ કે, આ સમયગાળા દરમિયાન આગની ઘટનાઓ, મૃત્યુનો ભય અને દુર્ઘટનાઓના ખરાબ યોગ બને છે.
તેનાથી પણ મોટી વાત એ છે કે, આ પાંચ દિવસોમાં આ ઘટનાઓ પાંચ વાર ઘટી શકે છે. જે લોકોની કુંડળી પર રાહુ-કેતુની દશા ચાલી રહી હોય અથવા જેની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર નબળો હોય, તેના પર સૂર્ય અને ચંદ્ર ગ્રહણ ઉપરાંત આ અગ્નિ પંચક પણ નકારાત્મક પ્રભાવ પાડે છે.
ઝઘડો કરવાનું ટોળો, પેનિક ન થશો
સૌથી પહેલા જરૂરી છે કે, પંચક દરમિયાન અને આગામી 15 દિવસો માટે બિનજરૂરી ઝઘડો કરવાનું ટાળો, કારણ કે સૂર્ય અને ચંદ્રગ્રહણ સૌથી પહેલા તમારા મન-બુદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠાને અસર કરે છે. કેતુ એક છાયા ગ્રહ છે અને તે ભ્રમની સ્થિતિ બનાવે છે.
ગુસ્સા પર કાબુ રાખો, ખોટા નિર્ણયો લેવાનું ટાળો
આ સાથે જ ગુસ્સામાં નિર્ણયો ન લેવા, કારણ કે રાહુ સમજવા-વિચારવાની તાકાતને નબળી કરી દે છે. ગુસ્સા પર કાબુ રાખો અને ગુસ્સામાં ક્યારેય કોઈ નિર્ણય ન જ લેવો. આ સાથે જ કોઈ મામલે મૂંઝવણ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોય તો તેને રોકી દો, પરિસ્થિતિ આપમેળે સ્પષ્ટ થઈ જશે.
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
ત્રીજું અને સૌથી અગત્યનું છે કે, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અગ્નિ પંચક તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે. તેને અંધશ્રદ્ધા ન માનો. તેના બદલે વૈજ્ઞાનિક રીતે વિચારો અને સમજો કે આ સમય દરમિયાન આમ પણ હવામાન બદલાઈ રહ્યું છે. દિવસ દરમિયાન ખૂબ ગરમી અને સાંજ થતા જ ઠંડી લાગવા લાગે છે, અને બંને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. બિનજરૂરી મુસાફરી ટાળો. ખૂબ જ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો. ચંદ્ર અને સૂર્યની બદલાઈ રહેલી ગતિના કારણે મન પણ અસ્થિર બને છે.
પૈસાનો યોગ્ય ઉપયોગ કરો
સૌથી છેલ્લી વાત કે પૈસાનો સમજી-વિચારીને ઉપયોગ કરો. કારણ કે પંચક અને હોળાષ્ટકના ખરાબ પ્રભાવથી ધનની હાનિ પણ થાય છે.
અગ્નિ પંચક સમાપ્ત થતાં જ હોળાષ્ટક શરૂ થઈ જશે. હોળી પહેલાનો આ આઠ દિવસનો સમયગાળો પણ અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. હોળાષ્ટક સમાપ્ત થયા બાદ પૂર્ણિમાની તિથિ આવશે અને એ જ દિવસે ચંદ્રગ્રહણ છે. હોલિકા દહનનો દિવસ ચિતા સૂચક હોય છે. તેથી તેને પણ અશુભ માનવામાં આવે છે.


