ટચલી આંગળીમાં છુપાયા છે જીવનના રહસ્ય
આપણાં હાથની રેખાઓ આપણાં જીવન વિશે ઘણું કહેતી હોય છે. આપણી આંગળીઓ પણ આપણા સ્વભાવ વિશે ઘણું કહેતી હોય છે. તેમાય આપણી ટચલી આંગળી તો સૌથી કમાલની હોય છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ટચલી(તર્જની) આંગળી જીવનના રહસ્યો ખોલે છે. તેની લંબાઈ અને બનાવટ પરથી વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે....
1. જેમની ટચલી આંગળી અનામિકા આંગળી (રિંગ ફિંગર)થી દૂર હોય તે લોકો આઝાદીથી જીવવાનું પસંદ કરે છે. ટચલી આંગળીને અંગ્રેજીમાં ફિંગર ઓફ મરકરી કે લિટલ ફિંગર કહે છે.
2. જેમની ટચલી આંગળી લાંબી અને સુંદર હોય તે લોકો બીજાને જલદી પ્રભાવિત કરી લે છે.
3.જેમની ટચલી આંગળી આગળથી અણીદાર હોય તે લોકો તેજસ્વી મગજ ધરાવે છે. આ લોકો કામ બહુ સમજી વિચારીને કરે છે.
4. જેમની ટચલી આંગળી વધારે લાંબી હોય તે લોકો દરેક કામ ઉતાવળમાં કરે છે. આ લોકો સ્વભાવે નાસમજ અને વિચાર્યા વિના કામ કરનારા હોય છે.
5. જો કોઈની ટચલી આંગળીનો પહેલો ભાગ વધારકે લાંબો હોય તો આવા લોકોને વાતો કરવાનું બહુ ગમે છે.
6. કેટલાક લોકોની ટચલી આંગળી અનામિકા આંગળીને બરાબર હોય છે. આવા લોકોને રાજકારણમાં વધારે રસ પડે છે.
આ રીતે તમે પણ આંગળીઓની બનાવટને સમજીને પોતાનું ભાગ્ય જાણી શકો છો.