Get The App

Sita Ashtami 2021 : જાણો, ક્યારે અને કેવી રીતે માતા સીતાનો જન્મ થયો હતો?

Updated: Mar 4th, 2021

GS TEAM

Google News
Google News
Sita Ashtami 2021 : જાણો, ક્યારે અને કેવી રીતે માતા સીતાનો જન્મ થયો હતો? 1 - image

નવી દિલ્હી, તા. 04 માર્ચ 2021, ગુરુવાર 

દર વર્ષે માતા સીતાનો જન્મ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ મનાવવામાં આવે છે.. આ વર્ષે 2021માં આ જાનકી જ્યંતી 6 માર્ચે છે. આ દિવસે મિથિલાના રાજા જનક અને રાણી સુનયનાની ખોળામાં સીતા આવી. અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર રામ સાથે સીતાના લગ્ન થયા. લગ્ન બાદ તેમણે પતિ રામ અને રામના નાના ભાઇ લક્ષ્મણની સાથે 14 વર્ષનો વનવાસ પણ ભોગવ્યો. 

આટલું જ નહીં, આ વનવાસ દરમિયાન લંકાના રાજા રાવણે અપહરણ પણ કર્યુ. વનવાસ પછી પણ તે હંમેશા માટે અયોધ્યા પરત ન જઇ શક્યા. પોતાના પુત્રોની સાથે સીતાને આશ્રમમાં જ પોતાનું જીવન પસાર કરવું પડ્યું અને છેવટે તેમણે પોતાના સન્માનની રક્ષા માટે ધરતીમાં જ સમાવવું પડ્યું. 

પોતાના જીવનમાં આટલા કષ્ટ જોનાર માતા સીતા કોણ હતા? 

કેવી રીતે જન્મ થયો? 

રામાયણ અનુસાર એકવાર મિથિલાના રાજા જનક યજ્ઞ માટે ખતેર ખેડી રહ્યા હતા. તે સમયે એક ક્યારામાં તિરાડ પડી અને તેમાંથી એક નાનકડી બાળકી પ્રકટ થઇ. તે સમયે રાજા જનકને કોઇ સંતાન ન હતી. એટલા માટે તે બાળકીને જોઇને ખુશ થઇ ગયા અને તેને પોતાની દિકરી બનાવી લીધી. ઉલ્લેખનીય છે કે હળને મૈથિલી ભાષામાં સીતા કહેવામાં આવે છે અને આ કન્યા હળ ચલાવતા મળી હતી એટલા માટે તેનું નામ સીતા રાખવામાં આવ્યું હતું. 

કેવી રીતે જાનકી જ્યંતિ મનાવવામાં આવે છે? 

આ દિવસે માતા સીતાની પૂજા કરવામાં આવે છે પરંતુ પૂજાની શરૂઆત ગણેશજી અને અંબિકાજીથી થાય છે. ત્યારબાદ માતા સીતાને પીળા ફૂલ, કપડાં અને સુહાગનો શ્રૃંગારનો સામાન ચઢાવવામાં આવે છે. ત્યારબાદ 108 વાર આ મંત્રનો જાપ કરવામાં આવે છે. 

શ્રી જાનકી રામાભ્યાં નમ:

જય શ્રી સીતા રામ

શ્રી સીતાય નમ:

માન્યતા છે કે આ પૂજા ખાસ કરીને પરણિત મહિલાઓ માટે લાભદાયી હોય છે. તેનાથી લગ્નજીવનની સમસ્યાઓ ઠીક થઇ જાય છે. 

જાનકી જ્યંતીના કેટલાય નામ

માતા સીતાના અનેક નામ છે. આ કારણથી તેમને કેટલાય નામથી બોલાવવામાં આવે છે. હળને મૈથલી ભાષામાં સીતા કહેવામાં આવે છે અને રાજા જનકને સીતાજી ખેતરમાં હળ ચલાવતી વખતે પ્રાપ્ત થયા હતા એટલા માટે તેમનું નામ સીતા રાખવામાં આવ્યું હતું. ભૂમિમાંથી મળી આવવાને કારણે તેમને ભૂમિપુત્રી અથવા ભૂસુતા પણ કહેવામાં આવે છે. ત્યારે રાજા જનકની પુત્રી હોવાને કારણે તેમને જાનકી, જનકાત્મજા અને જનકસુતા પણ કહેવામાં આવે છે. તેઓ મિથિલાની રાજકુમારી હતા એટલા માટે તેમનું નામ મૈથિલી પણ પડ્યું હતું. 

Tags :