શું તમને છે હથેળીમાં તલ, જાણો એના લાભાલાભ
તલનું માનવજીવનમાં વિશેષ મહત્વ છે. આ તલ શુભ છે કે અશુભ તેનો અંદાજ એ કઇ જગ્યાએ છે એના પરથી લગાવી શકાય છે. હથેળીની વચ્ચે તલ હોય તો બહુ શુભ માનવામાં આવે છે. જો મુઠ્ઠી વાળો અને તલ અંદર સમાઈ જાય તો આવા લોકોને કદી ધનની કમી નથી પડતી.
જો તલ ગુરુ પર્વત પર હોય અને રંગ આછો હોય તો વ્યક્તિને ભરપૂર માન-સન્માન પ્રાપ્ત થાય છે. પરંતુ આ જ જગ્યાએ ડાર્ક તલ જન્મથી જ હોય તો આવા લોકોને કોર્ટના કામને લીધે તકલીફમાં રહે છે. તેમના સરકારી કામોમાં બહુ વિક્ષેપો આવે છે.
તર્જની આગંળી એટલે કે અંગુઠાની બાજુની આંગળી પર તલ હોય તેવા લોકોને યશપ્રાપ્તિ થાય છે. જો સૂર્યપર્વત પર આછા રંગનો તલ હોય તેવા લોકો રાજકિય કામો કરે છે. જો આ તલ મધ્યમાં આંગળી પર હોય તો તમને સરકારી નોકરી મળવાની છે.
જો તલ રિંગ ફિંગરની બરાબર નીચે હોય તો તેવા લોકોને કામોમાં બહુ અડચણ આવે છે. સાથે જ એમનું નસીબ ઓછો સાથ આપે છે. આ લોકોને જીવનમાં કોઈપણ કાર્ય પૂર્ણ કરવામાં બીજાઓની મદદ લેવી પડે છે. પરંતુ જો આ તલ એ જ આંગળી પર હોય તો તેવા લોકોને ઓછી મહેનતે વધારે ધન પ્રાપ્ત થાય છે.
ચંદ્ર પર્વત પર તલ હોય તેવા લોકો બહુ ભાવુક હોય છે. જેના લીધે એમને ઘણું નુકસાન પણ સહેવું પડે છે. જો આવો તલ શુક્ર પર્વત પર હોય તો આવા લોકો પાસે પૈસા વધારે આવે છે પણ સાથેસાથે એમના ખર્ચા પણ વધારે હોય છે એટલે કે આવા લોકો પાસે પૈસા ટકતા નથી.