તારીખ આવી નજીક : 4 રાશિના લોકો બનશે માલામાલ, સૌનો પ્રિય ગ્રહ મીન રાશિમાં કરશે પ્રવેશ
શુક્ર રાશિમાં પરિવર્તનથી ફેબ્રુઆરી મહિનામાં ઘણી રાશિઓને લાભ થશે
શુક્ર દેવની મહેરબાન થવાથી કેટલીક રાશિઓના લોકો પ્રગતિ મેળવશે
15 ફેબ્રુઆરીથી ધન, ઐશ્વર્ય, સુખ-શાંતિ આપનાર શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરવાની તૈયારીમાં છે. આ સમયગાળા દરમિયાન શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. દેવગુરુ ગુરુ મીન રાશિમાં અગાઉથી પ્રભાવ પાડી રહ્યા છે. મીન રાશિમાં ગુરુ અને શુક્રનો સંયોગ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. મીન રાશિમાં શુક્ર અને ગુરુનો સંયોગ રાજયોગ પણ આપી શકે છે. તો જાણીએ શુક્ર ગ્રહના પ્રવેશથી કંઈ રાશિઓનું નસીબ બદલાશે...
5 માર્ચથી શનિદેવ આ રાશિઓ પર કરશે કૃપા
મિથુન રાશિ : મિથુન રાશિ જાતકો માટે શુક્ર અને ગુરુનો સંયોગ લાભકારી ફાયદાકારક સાબિત થશે. અટકેલા નાણાં પરત આવી શકે છે. નોકરિયાત વર્ગના જાતકોની પ્રગતિ થઈ શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. કોર્ટ-કચેરી મામલે જીત મળશે. દુશ્મનોનો પરાજય થશે.
કન્યા રાશિ : કન્યા રાશિના જાતકો માટે શુક્ર ગોચર કરી નવી તકો લઈને આવશે. લગ્નજીવનની સમસ્યા દૂર થશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. આવકના સાધનો વધશે. નવા કામની શરૂઆત કરી શકશો. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. રોકાણ માટે સમય અનુકૂળ છે.
કર્ક રાશિ : કર્ક રાશિના જાતકોનું શુક્ર ભાગ્ય બદલી શકે છે. અન્ય રીતે ધનનો પ્રવેશ થશે. ભૂમિ, ભવન અથવા વાહનની ખરીદી સંભવ છે. નોકરી માટે નવી તકો મળશે. રાજકીય લાભ થશે. લગ્મજીવન સારુ રહેશે.
વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રદેવ જીવનમાં ખુશીઓ લઈને આવશે. અચાનક ધનલાભ થવાના પ્રબળ સંયોગ છે. શુક્ર ગોચરના સમયગાળામાં પ્રેમી-પ્રેમિકાની મુલાકાત સંભવ છે. કુંવારાઓ માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. શુક્રના ગોચરથી તમારા કેરિયરમાં લાભ જોવા મલશે.
અમે આ લેખમાં અપાયેલી માહિતી પર અમે દાવો કરતા નથી કે, તે સંપૂર્ણ સત્ય અને સચોટ છે. તેને અપનાવતા પહેલા સંબંધિત બાબતોના નિષ્ણાતની સલાહ જરૂરથી લો.