Get The App

નક્ષત્ર અને રાશિ પરિવર્તનનો મહાસંયોગ, 4 રાશિના જાતકો પર શુક્ર દેવની રહેશે કૃપા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
નક્ષત્ર અને રાશિ પરિવર્તનનો મહાસંયોગ, 4 રાશિના જાતકો પર શુક્ર દેવની રહેશે કૃપા 1 - image


Shukra Nakshatra Gochar: ફેબ્રુઆરીના છેલ્લા દિવસો અને માર્ચની શરૂઆતમાં પ્રેમ, સુંદરતા અને વૈભવના  કારક ગ્રહ શુક્રની ચાલ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરીઓ પ્રમાણે 22 ફેબ્રુઆરી, 2026ના રોજ શુક્ર શતભિષા નક્ષત્રમાંથી નીકળીને પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 2 માર્ચ, 2026ના રોજ હોળીના બે દિવસ પહેલા શુક્ર મીન રાશિમાં ગોચર કરશે. આનો અર્થ એ છે કે, માત્ર દસ દિવસની અંદર શુક્ર નક્ષત્ર અને રાશિ બંને સ્તર પર પરિવર્તન કરશે. તે 4 માર્ચ સુધી પૂર્વાભાદ્રપદમાં રહેશે, ત્યારબાદ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 26 માર્ચે તે મીન રાશિથી મેષ રાશિ તરફ આગળ વધશે. આ પરિવર્તન કેટલીક રાશિઓ માટે શુભ સંકેત આપી રહ્યું છે.

વૃષભ રાશિ

શુક્રની આ બદલાતી સ્થિતિ વૃષભ રાશિના જાતકોના જીવનમાં તાજગી અને ઉત્સાહ લઈને આવશે. કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા મળશે. પ્રમોશનની તકો ઊભી થઈ શકે છે. સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને ખાસ સફળતા મળી શકે છે. આર્થિક મામલે સમજી-વિચારીને કરવામાં આવેલા નિર્ણયો લાભદાયી સાબિત થશે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને તમે માનસિક રીતે વધુ આત્મવિશ્વાસ અનુભવશો.

મિથુન રાશિ 

મિથુન રાશિના જાતકો માટે આ સમય કરિયરમાં ગ્રોથનો સંકેત આપી રહ્યો છે. અધિકારીઓ અને સીનિયરથી સકારાત્મક પ્રતિક્રિયા મળી શકે છે. નવી નોકરી અથવા સારી તક મળવાની શક્યતા છે. વિદેશ સબંધિત કાર્ય અથવા યાત્રાના યોગ પણ બની શકે છે. મીડિયા, ફેશન, કલા અને ડિઝાઇન જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને ખાસ લાભ મળી શકે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર અટકેલા કામને વેગ આપી શકે છે. પ્રોફેશનલ લાઈફમાં નવા પ્રોજેક્ટ્સ અથવા જવાબદારીઓ મળી શકે છે. આવકમાં વધારો થવાના સંકેતો છે. બચત કરવામાં પણ સફળતા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં સફળતા તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે.

આ પણ વાંચો: 24 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થશે, 6 રાશિના જાતકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

કુંભ રાશિ

કુંભ રાશિ માટે આવનારો સમય સંતુલન અને પ્રગતિનો રહેશે. કરિયરમાં પ્રગતિની સાથે-સાથે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. સંબંધો વધુ ગાઢ બનશે અને સમજણ વધશે. તમારા પ્રેમ જીવનમાં રોમેન્ટિક ક્ષણો આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેતો છે, જેનાથી તમારી ભવિષ્યની યોજનાઓ સાકાર થઈ શકે છે.