Get The App

3 દિવસ બાદ શુક્રનું રાશિ અને નક્ષત્ર પરિવર્તન એકસાથે, 5 રાશિના જાતકોને લાગશે 'લોટરી'

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
3 દિવસ બાદ શુક્રનું રાશિ અને નક્ષત્ર પરિવર્તન એકસાથે, 5 રાશિના જાતકોને લાગશે 'લોટરી' 1 - image

Shukra Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં કોઈ પણ ગ્રહનું એકસાથે રાશિ અને નક્ષત્ર પરિવર્તન ખૂબ જ ખાસ ઘટના માનવામાં આવે છે.  આવો જ એક અનોખો સંયોગ 26 માર્ચે બનવા જઈ રહ્યો છે, જ્યારે શુક્ર સવારે 5:13 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે અને આ સાથે જ અશ્વિની નક્ષત્રમાં પણ ગોચર કરશે. આ પરિવર્તન ખાસ કરીને પ્રેમ, સંબંધો, પૈસા અને કરિયર પર અસર કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ સ્થિતિ નવી શરૂઆત, ઝડપી નિર્ણયો અને અણધારી તકોનો સંકેત આપે છે. હવે, ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે આ ગોચર સૌથી લાભદાયી સાબિત થઈ શકે છે.

મેષ રાશિ

શુક્રનું તમારી જ રાશિમાં આવવું એ તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવી શકે છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે, અને લોકો તમારા તરફ આકર્ષિત થશે. કરિયરની નવી તકો મળી શકે છે. ધન લાભના યોગ બનશે. બિઝનેસ કરતા જાતકોને નવી પાર્ટનરશિપથી લાભ થઈ શકે છે.  પ્રેમ જીવનમાં પણ નવી ઊર્જા જોવા મળશે.

વૃષભ રાશિ

આ સમય દરમિયાન તમારા જીવનમાં ધીમે-ધીમે સકારાત્મક પરિવર્તન આવી શકે છે. અટકેલા કામ આગળ વધવા લાગશે. ખર્ચ વધી શકે છે, પરંતુ આવકના નવા રસ્તા પણ ખુલશે. વિદેશ અથવા દૂરના સ્થળોથી લાભ થવાના સંકેતો છે. સંબંધોમાં સુધારો થશે. તમારું મન શાંત રહેશે.

સિંહ રાશિ

આ ગોચર તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખોલી શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. તમને મિત્રો અથવા નેટવર્કનો સંપૂર્ણ સહયોગ મળશે. નવા પ્રોજેક્ટ્સ સફળ થશે.  કરિયરમાં આગળ વધવાની તક મળશે. પ્રેમ સંબંધો પણ મજબૂત થઈ શકે છે.

આ પણ વાંચો: 5 દિવસ ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા, 2 દિવસની 'સિક્રેટ વાતચીત' બાદ ટ્રમ્પનો યુ-ટર્ન

તુલા રાશિ

કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે.  ઓફિસમાં તમારી છબી મજબૂત થશે.  સીનિયર તમારા કામથી ખુશ થશે. પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના યોગ બની શકે છે. તમારા પરિવારમાં પણ ખુશીનો માહોલ રહેશે અને તમારો આત્મવિશ્વાસ વધશે.

મીન રાશિ

આ સમય તમારા ભાગ્યને મજબૂત બનાવનારો સમય હોઈ શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. યાત્રાઓથી લાભ મળશે. કરિયરમાં નવી તકો ઉભરી આવશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. શિક્ષણ અને સ્પર્ધા સાથે જોડાયેલા જાતકોને સારા પરિણામો મળી શકે છે.