3 દિવસ બાદ મેષ રાશિમાં શુક્રનો થશે પ્રવેશ, આ રાશિના જાતકોની થશે 'ચાંદી જ ચાંદી'
Image Source: Freepik
Shukra Gochar 2025: 31 મે ના રોજ શુક્ર મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. શુક્રનું ગોચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. શુક્રને પ્રેમ, કલા અને સૌંદર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્રનું આ ગોચર મેષ રાશિમાં સવારે 11:17 વાગ્યે થશે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. જો કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો તે તમામ સુખ-સુવિધાઓથી સંપન્ન છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્રનું આ ગોચર કેટલીક રાશિઓ માટે લાભદાયી છે અને કેટલીક રાશિઓ માટે નુકસાનકારક રહેશે. ચાલો જાણીએ શુક્રના ગોચરથી કઈ રાશિઓને લાભ થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોના વ્યવસાયમાં પ્રગતિના પ્રબળ યોગ બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. લગ્નજીવન સુખી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આર્થિક લાભ થઈ શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ સારું રહેશે. નવા લોકો સાથે મુલાકાત થશે, જેનાથી ફાયદો થશે. સબંધો મજબૂત થશે. આવકમાં વધારો થશે. બિઝનેસમાં લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે. લગ્નજીવન અનૂકુળ રહેશે.
આ પણ વાંચો: ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય
ધન રાશિ
આ ગોચરથી ધન રાશિના જાતકોની ધાર્મિક કાર્યોમાં રસ વધશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરતો જેનાથી સબંધ મજબૂત થશે.
મકર રાશિ
આ ગોચરથી મકર રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. દેવા કે નવા ખર્ચાઓથી સાવધાન રહેવું. ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધશે.