મંદિરમાંથી ચપ્પલ થાય ચોરી તો સમજી લેવું કે શરૂ થયો સારો સમય
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2020, બુધવાર
મંદિરમાંથી જૂતા ચોરી ન થાય તે વાતની ચિંતા સામાન્ય રીતે ભક્તોને સતાવતી હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂતાની ચોરી થવી તે શુભ શુકન માનવામાં આવે છે.
તેમાં પણ ખાસ કરીને શનિવારના દિવસે મંદિરમાંથી જૂતા ચોરી થાય તો માનવામાં આવે છે કે ખરાબ સમયથી મુક્તિ મળી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાંથી જૂતા ચોરી થવાના અનેક પ્રકારના સંકેત કરે છે. કયા કયા શુભ સંકેત છે ચાલો જણાવીએ તમને.
1. મંદિરમાંથી જૂતા ચોરી થાય તો સમજી દેવું કે દરિદ્રતા દૂર થવાની છે.
2. જૂતા ચપ્પલ ચોરી થવાથી ગ્રહ દોષનો પ્રકોપ પણ દૂર થાય છે.
3. શનિવારએ જૂતા ગુમ થાય તો સમજી લેવું કે ખરાબ સમયનો અંત આવશે.
4. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે જૂતા ચપ્પલ ચોરી શનિવારના દિવસે મંદિરમાંથી થાય તો ગ્રહ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.