ભક્તો પર અવિરત કૃપા વરસાવે છે ભોલેનાથ, ખરા હૃદયથી કરો ભગવાન શિવની આરાધના
- મહાદેવના પ્રિય શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્ત્વ હોય છે
નવી દિલ્હી, તા. 27 જુલાઇ 2020, સોમવાર
ભોલેનાથ પોતાના ભક્તો પર અસીમ કૃપા વરસાવતા રહે છે. ભગવાન શિવના પ્રિય મહિના શ્રાવણમાં દરેક સોમવારે વ્રત રાખો અને શુદ્ધ મનથી ભોલેનાથની આરાધના કરો. શ્રાવણ મહિનાનો સોમવાર વિશેષ ફળદાયી હોય છે. શ્રાવણ સોમવારે ભગવાન શિવની ઉપાસના કરવાથી કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં આવતી તમામ અડચણો દૂર થાય છે. ધન અને સંતાનની મનોકામના રાખનાર ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે.
શ્રાવણ સોમવારે શિવપુરાણ, શિવ કવચ, શિવ ચાલીસા, મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરો. શ્રાવણ મહિનામાં સોમવારના વ્રત રાખવાથી આખા વર્ષના સોમવાર વ્રત કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસમાં દર સોમવારે ગાયને લીલો ચારો ચોક્ક્સપણે ખવડાવો. વધારેમાં વધારે સમય ૐ નમ: શિવાયનો જાપ કરો. ભગવાન શિવની સામે ગાયના ઘીનો દિવો પ્રગટાવો. સફેદ મિઠાઇનો ભોગ ચઢાવો. સફેદ ફળ-ફૂલથી ભગવાન શિવજીની પૂજા કરો. ભગવાન ભોલેનાથની પૂજા કર્યા બાદ મા લક્ષ્મીજીની સ્તુતિ કરો. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન શિવનો જલાભિષેક કરવાથી તમામ રોગ દૂર થઇ જાય છે અને આવનાર સંકટ પણ ટળી જાય છે.