Get The App

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૩૦ મે થી મંગળવાર ૫ જૂન સુધી

Updated: May 30th, 2018

GS TEAM

Google News
Google News
રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડસ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઇન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩  કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઇટ ઓફ વૉન્ડ્સ, સ્વોર્ડ્સ, કપ્સ અને કોઇન્સનું ઉમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઇપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેથ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય - ઝીરો આપવામાં આવેલો છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ - ચંદ્ર રાશિ પ્રમાણે જોવું.

મેષ (અ.લ.ઈ.) : Judgement - જજમેન્ટનું કાર્ડ તમારા નોકરી વ્યવસાય ક્ષેત્રે લાભદાયક ફેરફારો ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓએ બઢતી અંગે યોગ્ય નિર્ણય લેવાનો આવશે. સ્થાન પરિવર્તન લાભદાયક રહેશે. નાણાંકીય વ્યવહારોની મુશ્કેલીમાં માર્ગ મેળવી શકાશે. તા. ૨, ૩, ૪, ૫ શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : Seven of Wands - સેવન ઓફ વૉન્ડ્સનું કાર્ડ તમારો દ્રઢ નિર્ણય અને પ્રબળ આત્મવિશ્વાસ કેટલો છે તે અંગેની કસોટી એકાદ અગત્યનાં કાર્યમાં થઇ શકવાનું સૂચવી જાય છે. વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાનકારક નીવડે નહિ તે માટે કાળજી રાખવી. આકસ્મિક ખર્ચાઓ ઉદ્ભવશે. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. તા. ૩૦, ૫ શુભ.

મિથુન (ક.છ.ઘ.) : Five of Cups - ફાઇવ ઓફ કપ્સનું કાર્ડ કૌટુંબિક બાબતો ચાલુ સપ્તાહ દરમ્યાન મહત્વની બની રહેવાનું સૂચવી જાય છે. જીવનસાથીના આરોગ્ય બાબત સામાન્ય પ્રતિકૂળતા જણાશે. સંતાનોની કારકિર્દી અને વિવાહ-લગ્ન જેવી બાબતોમાં નિર્ણય લઇ શકાશે. તા. ૩૦, ૩૧, ૧ શુભ.

કર્ક (ડ.હ.) : Queen of Cups - ક્વીન ઓફ કપ્સનું કાર્ડ તમારા જીવનસાથીનો સહકાર મળી રહેવાનું અને સહકુટુંબ ટુંકી મુસાફરી થવાનું સૂચવી જાય છે. અવિવાહિત વ્યક્તિઓને યોગ્ય જીવનસાથીની પસંદગી અંગે તક મળશે. વિદેશયાત્રા અંગે નિર્ણય લઇ શકાશે. એકાદ પ્રસંગમાં યશ મળશે. તા. ૩૧, ૧, ૨, ૩, ૪ શુભ.

સિંહ (મ.ટ.) : Four of Swords - ફોર ઓફ સ્વૉર્ડ્સનું કાર્ડ ટુંક સમયમાં તમારી જવાબદારીઓ વધવાની છે અને સખત પુરૃષાર્થનો સમય શરૃ થવાનો હોઇ હાલપૂરતું જેટલો આરામ કરવો હોય તે કરવા માટે સૂચવી જાય છે. શુભ ભાગ્ય પરિવર્તનનો સંકેત તમારા આગામી સમય માટે છે. તા. ૨, ૩, ૪, ૫ શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : Nine of Swords - નાઇન ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ તમને આશાવાદી બનવા સૂચવી જાય છે. નકારાત્મક વિચારો ચાલુ સપ્તાહ દરમ્યાન નિરાશા ઉપજાવી શકે તેવી ઘટના બને નહિ તે અંગે ધ્યાન રાખવું. સંતાનો અંગે મહત્વનાં નિર્ણયો લઇ શકાશે. તા. ૩૦, ૫ શુભ.

તુલા (ર.ત.) : The Star - ધ સ્ટારનું કાર્ડ વર્તમાન સમય દરમ્યાન તમારા જીવનમાં તમે નવું પરિવર્તન ઈચ્છી રહ્યા હોવાનું સૂચવી જાય છે અને તે માટે કંઇક દ્વિધા અનુભવશો પરંતુ આયોજનપૂર્વકના કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક પરિવર્તન ઉદ્ભવશે. તા. ૩૧, ૧ શુભ.

વૃશ્ચિક (ન.ય.) : The Fool - ધ ફૂલ મુખ્ય કાર્ડમાં પ્રથમ કાર્ડ તમારા માટે ચાલુ સપ્તાહે વગર વિચાર્યે કોઇપણ નિર્ણયો કોઇપણ કાર્ય માટે ન લેવા સૂચવી જાય છે. તમારા રોજિંદા કાર્યો તરફ ધ્યાન આપવું લાભદાયક રહેશે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળશે. મિત્રો સાથેની મુલાકાત લાભદાયક બની રહેશે. તા. ૩૦, ૩, ૪ શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : Nine of Cups - નાઇન ઓફ કપ્સનું કાર્ડ તમારા માટે મિત્રોનું માર્ગદર્શન વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલ માટે ફાયદાકારક પૂરવાર થવાનું સૂચવી જાય છે. કૌટુંબિક સમસ્યાઓ નોંધપાત્ર બનશે જેમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભદાયક રહેશે. સંતાન અંગે અણધાર્યા ખર્ચાઓ થશે. તા. ૩૧, ૧, ૫ શુભ.

મકર (ખ.જ.) : The Lovers - ધ લવર્સનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથેના સંબંધોમાં કોઇ મુશ્કેલી ઉદ્ભવેલી હોય તે અંગે યોગ્ય નિર્ણય લેવાનો આવવાનું સૂચવી જાય છે. સમાધાનકારી વલણ અપનાવવું લાભદાયક રહેશે. વધુ પડતો આત્મવિશ્વાસ સંબંધોમાં મુશ્કેલી ઊભી કરે નહિ તે માટે સાવચેતી રાખવી પડશે. તા. ૩૦, ૩, ૪ શુભ.

કુંભ (ગ.શ.ષ.સ.) : Ten of Cups - ટેન ઓફ કપ્સનું કાર્ડ તમારા પુરૃષાર્થનું શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઇ કાર્ય અંગે તમે જે મહેનત કરી સફળતા ઈચ્છી રહ્યા હો તે ચાલુ સપ્તાહ દરમ્યાન પૂર્ણ થઈ શકશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૩૦, ૩૧, ૧, ૨, ૫ શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : Two of Cups - ટુ ઓફ કપ્સનું કાર્ડ તમારી મહેનતનું તાત્કાલિક પરિણામ નોંધપાત્ર કાર્યોમાં મળી રહેવાનું સૂચવી જાય છે. તમારા જીવનસાથીનું માર્ગદર્શન નવાં નિર્ણયો લઇ શકવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. સંતાન અંગેની કોઇ સમસ્યામાંથી પસાર થઇ રહ્યા હશો તો તેનો ઉકેલ મેળવી શકશો. તા. ૩૧, ૧, ૨, ૩, ૪ શુભ.

- ઈન્દ્રમંત્રી