Get The App

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૯ મેથી મંગળવાર ૧૫ મે સુધી

Updated: May 9th, 2018

GS TEAM


Google News
Google News
રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય 1 - image

* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા ભાવિ ફળકથન જાણવા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ઉપયોગ થયો હોવાનું મનાય છે. કુલ ૭૮ કાર્ડમાં ૨૨ મુખ્ય અને ૫૬ તેના સહાયક કાર્ડ છે. વૉન્ડ્સ, સ્વૉર્ડસ, કપ્સ તથા કોઈન્સ જેમાં કુલ ૧૪ કાર્ડ હોય છે. સામાન્ય પત્તાંની જોડીમાં ૧ થી ૧૩ કાર્ડ છે જ્યારે અહીં ૧ થી ૧૪ કાર્ડ છે અને ગુલામ, રાણી તથા બાદશાહ કાર્ડની વચ્ચે વધારાનું એક નાઈટ ઓફ વૉન્ડ્સ, સ્વૉર્ડ્સ, કપ્સ અને કોઈન્સનું ઊમેરાયેલું છે.

મુખ્ય કાર્ડમાં ધ ફૂલ, ધ મેજીસીયન્સ, ધ હાઈપ્રિસ્ટેસ, ધ એમ્પરર, ધ એરોફન્ટ, ધ લવર્સ, ધ શેરીઓટ, સ્ટ્રેન્થ, ધ હેરમીટ, વ્હીલ ઑફ ફોર્ચ્યુન, જસ્ટીસ, ધ હેંગમેન, ડેથ, ટેમ્પરન્સ, ધ ડેવિલ, ધ ટાવર, ધ સ્ટાર, ધ મૂન, ધ સન, જજમેન્ટ અને ધ વર્લ્ડનો સમાવેશ થાય છે. ધ ફૂલને નંબર શૂન્ય-ઝીરો આપવામાં આવેલ છે. બાકીના એકથી એકવીસ નંબરના ક્રમાંકમાં આવે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે જે આપની જન્મરાશિ-ચંદ્રરાશિ પ્રમાણે જોવું.

- ઈન્દ્રમંત્રી

મેષ (અ.લ.ઈ.) : The High Priestess - ધ હાઈપ્રિસ્ટેસનું કાર્ડ તમારા પોતાના નિર્ણયો દ્વારા ચાલુ સપ્તાહ દરમ્યાન દરેક કાર્યમાં આગળ વધવા માંગી રહ્યા હોવાનું સૂચવી જાય છે. તમારી સાહસિક વૃત્તિનો પરિચય આપી શકશો. વિદેશ જવા કાર્યવાહી કરી રહ્યા હોય તેઓ માટે સરળતા રહેશે. તા. ૯. ૧૦. ૧૪. ૧૫. શુભ.

વૃષભ (બ.વ.ઉ.) : The Hermit - ધ હેરમીટનું કાર્ડ તમે કોઈ કારણસર અસલામતી અનુભવી રહ્યો હો અથવા કોઈ કાર્યને લઈ ચિંતામાં હો તેનો યોગ્ય ઊકેલ કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. આકસ્મિક ધનલાભના યોગ બને છે. સંતાનોનો સહકાર મેળવી શકાશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૨. શુભ.

મિથુન (ક.છ.ઘ.) : The Tower - ધ ટાવરનું કાર્ડ વર્તમાન જીવનશૈલી/રહેણી કરણીમાં તમારા માટે કેટલાક નવાં ફેરફારો ઊદ્ભવી શકવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકશો. સ્થાન પરિવર્તન કરી રહ્યા હોય તેઓને માટે લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. તા. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. શુભ.

કર્ક (ડ.હ.) : The Sun - ધ સનનું કાર્ડ તમારા પુરુષાર્થનું શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે યશ મેળવી શકવાનું સૂચવી જાય છે. આકસ્મિક મુસાફરીનો યોગ ઉદ્ભવશે. નાણાંકીય દ્રષ્ટિએ અગત્યનાં નિર્ણયો લેવાના આવશે. તા. ૧૩. ૧૪. ૧૫. શુભ.

સિંહ (મ.ટ.) : The Devil - ધ ડેવિલનું કાર્ડ તમારા આરોગ્ય માટે ચાલુ સપ્તાહ પ્રતિકૂળતા દર્શાવે છે. કોઈપણ જાતની નાની મોટી શારિરીક તકલીફ જણાય તો યોગ્ય સારવાર - ડૉક્ટરી સલાહ સૂચનાઓ અનિવાર્ય બનશે. મિત્રો સાથેની મુલાકાત કંઈક અંશે રસપ્રદ બની રહેશે. તા. ૯. ૧૦. શુભ.

કન્યા (પ.ઠ.ણ.) : The Lovers - ધ લવર્સનું કાર્ડ નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું સૂચવી જાય છે. નવી ઓળખાણ તમારા માટે લાભદાયક બનશે. તમારા વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન આવશે. સ્વજનો સાથે અગત્યનાં પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી શકાશે. તા. ૯. ૧૦. ૧૧. ૧૨. શુભ.

તુલા (ર.ત.) : The Wheel of Fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ કંઈક અંશે તમે કુદરતને માનતા થઈ શકો તેવી લાભદાયક ઘટના તમારા માટે બનવાનું સૂચવી જાય છે. તમારા વિલંબમાં પડેલા કાર્યોનો ઊકેલ આવશે. વિદેશ જવા અંગે તક મેળવી શકશો. સહકુટુંબ ટુંકો પ્રવાસ થશે. તા. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. શુભ.

વૃશ્ચિક (ન.ય.) : The World - ધ વર્લ્ડનું કાર્ડ તમારા વિદેશમાં રહેતા સ્વજનો સાથે લાભદાયક વાતચીત થવાનું સૂચવી જાય છે. કોઈ કાર્ય અંગે તમે ભૂતકાળમાં ગુમાવેલી તક ફરીવાર મળશે જેનો યોગ્ય નિર્ણય લેવાનો આવશે. વારસાગત બાબતોમાં કોઈ સમસ્યા સર્જાયેલી હોય તેનું સુખદ નિરાકરણ આવશે. તા. ૧૩. ૧૪. ૧૫. શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) : Death - ડેથનું કાર્ડ નવાં કાર્યોની શરૃઆત કરી રહ્યો હો તો હાલ પૂરતું ઊતાવળ ન કરવા સૂચવી જાય છે. તમારા નોકરી-વ્યવસાયક્ષેત્રે એકાદ કસોટી ઊદ્ભવશે. જીવનસાથી સાથે ન જેવી બાબતમાં વાદવિવાદ ના ઊદ્ભવે તે અંગે કાળજી રાખવી. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થઈ શકે. તા. ૯. ૧૦. શુભ.

મકર (ખ.જ.) : The Hierophant - ધ એરોફન્ટનું કાર્ડ હાલમાં તમે કોઈ વિશ્વાસુ વ્યક્તિની શોધમાં હોવાનું સૂચવી જાય છે જેને તમારી સમસ્યાઓ-અંગત વાત કરવા ઇચ્છી રહ્યા છો. તમારી આંતરિક અને બાહ્ય પરિસ્થિતિમાં હાલ પૂરતો વિરોધાભાસ રહેશે. તમે કોઈ કારણસર મૂંઝાયેલા હશો પરંતુ તે વ્યક્ત કરી શકશો નહીં. તા. ૧૧. ૧૨. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) : Temperance - ટેમ્પરન્સનું કાર્ડ તમે સફળતાપૂર્વક ચાલુ સપ્તાહ દરમ્યાન રોજિંદા કાર્યો કરી શકવાનું સૂચવી જાય છે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઈ શકે તેવી ઘટના બનશે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઊજવણી થશે. વીમા-વારસાગત પ્રશ્નોમાં લાભદાયક પરિસ્થિતિ સર્જાશે. તા. ૯. ૧૦. ૧૩. ૧૪. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) : Judgement - જજમેન્ટનું કાર્ડ તમે તમારા ભવિષ્ય માટે હાલ પૂરતું કેટલાક મહત્ત્વનાં નિર્ણયો લઈ શકવાનું સૂચવી જાય છે. કૌટુંબિક દ્રષ્ટિએ નવાં ફેરફારોનો અનુભવ થશે. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો જણાશે. સંતાનોના વિવાહ-લગ્ન અંગે નિર્ણય લેવાના આવશે. જીવનસાથીનો સહકાર મેળવી શકાશે. તા. ૧૧. ૧૨. ૧૩. શુભ.
 

Tags :